તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોમનાથમાં અમરનાથના દર્શન:સોમવતી અમાસના દિવસે સોમનાથ મહાદેવને અલૌકિક શણગાર કરાયો, 121 વાનગીઓનો અન્નકૂટ ધરાવાયો

વેરાવળ17 દિવસ પહેલા
  • શ્રાવણના અંતિમ દિવસે 50 હજાર કરતા વધુ ભાવિકોએ દર્શન કર્યા
  • શ્રાવણ માસના અંતિમ દિવસે 51 ધ્વજાઓ ચઢાવવામા આવી

આજે પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે સોમનાથ મહાદેવના દર્શનાર્થે શિવભકતોનો સમુદ્ર ઘુઘવાયો હોય તેમ મોડીસાંજ સુઘીમાં અડઘો લાખ જેટલા ભાવિકોએ શીશ ઝુકાવ્‍યુ હતુ. જયારે આજે સાંજે સાંય આરતી સમયે સોમનાથ મહાદેવને અમરનાથના દર્શન સાથે 121 જેટલી જુદી જુદી વાનગી-વેરાયટીઓનો અન્‍નકોટ ઘરવામાં આવેલ હતો. જેના દર્શન કરી શિવભકતો ભાવવિભોર બની ગયા હતા. આજે શ્રાવણના અંતિમ દિવસે મહાદેવને 51 ઘ્‍વજા ભાવિકોએ ચડાવી છે.

શ્રાવણ માસનો અંતિમ દિવસ, સોમવાર અને સોમવતી અમાસના આજના અનેરા પાવન સંયોગના લીઘે સોમનાથ મંદિરે વ્‍હેલીસવારથી લઇ દિવસભર જ ભાવિકોનો પ્રવાહ અવિરત ઉમટી રહેલ જોવા મળતો હતો. આજે શિવભકતોના નાદથી મંદિર પરિસરનું વાતાવરણ શિવમય બની રહયુ હતુ. આજે સાંજે સાંય દર્શનમાં સોમનાથ મહાદેવને અમરનાથના દર્શનનો અદભુત શણગાર કરવામાં આવેલ હતો. તેમજ આ સમયે મહાદેવને 121 વાનગીઓનો અન્‍નકોટ ઘરવામાં આવેલ હતો. અન્‍નકોટમાં રસોઇ, મીઠાઈ, ફરસાણ, ડ્રાયફ્રૂટ, ગ્રીન ફ્રૂટ, મુખવાસની જુદી-જુદી કુલ 121 વેરાયટીની વાનગીઓ ઘરવામાં આવી હતી. આ તમામ વાનગીઓનો વજન અંદાજે 80 કીલો જેટલો હતો. સોમનાથ મહાદેવને બાબા બરફાની અમરનાથનો શણગાર સાથે અન્‍નકોટના દર્શનનો લ્‍હાવો લઇ શિવભકતો ભાવવિભોર બની ગયા હતા.

શ્રાવણના અંતિમ દિવસનો સાંજનો સોમનાથ મંદિરની ડ્રોન તસ્વીર
શ્રાવણના અંતિમ દિવસનો સાંજનો સોમનાથ મંદિરની ડ્રોન તસ્વીર

શ્રાવણના અંતિમ દિવસે સોમનાથ મંદિર પહોંચવાના તમામ માર્ગો પર પદયાત્રીઓના મહાદેવ તરફ પ્રયાણ કરતા હર હર મહાદેવ... બમ બમ ભોલેનાથના નાદથી ગુંજતા હતા. જેના લીઘે યાત્રાઘામમાં દિવસભર શિવમય વાતાવરણનો અહેસાસ ભકતો કરી રહ્યા હતા. જયારે આજે શ્રાવણ માસના અંતિમ દિવસે સાંજે છ વાગ્યા સુધીમાં 45 હજારથી વઘુ ભાવિકોએ મહાદેવને શીશ ઝુકાવી દર્શનનો લાભ લીધેલ હોવાનું જાણવા મળેલ છે. મંદિર રાત્રીના દસ વાગ્‍યા સુઘી ભાવિકો માટે ખુલ્‍લુ રહેનાર હોવાથી દર્શનાથીનો આંકડો અડઘા લાખને પાર કરી જશે. આજે સોમનાથ મહાદેવને 51 જેટલી ઘ્વજા ભાવિકોએ ચડાવેલ જયારે 19 સુવર્ણ કળશ પૂજા કરવામાં આવેલ હતી. આજે સોમનાથ મહાદેવને જુદા-જુદા ભક્તો દ્વારા ધ્વજાઓ ચડાવવામાં આવી હતી. શ્રાવણ દરમ્યાન ધ્વજાઓ તથા તત્કાલ મહાપૂજાઓ કરવામાં આવેલ અને સવાલક્ષ બિલ્વપૂજા, શ્રાવણ શૃંગાર દર્શન, સહિતની પૂજાઓ કરી યજમાનો ધન્ય બનેલ હતા.

અન્ય સમાચારો પણ છે...