તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Somnath Mahadev Was Adorned With Krishna Darshan On The Occasion Of Janmashtami, More Than 42 Thousand Devotees Darshan In A Single Day

સોમનાથમાં કૃષ્ણનાં દર્શન:જન્માષ્ટમીના પર્વ પર સોમનાથ મહાદેવને કૃષ્ણ દર્શન શણગાર કરાયો, એક જ દિવસમાં 42 હજારથી વધુ ભક્તોએ દર્શન કર્યાં

ગીર સોમનાથએક મહિનો પહેલા
  • આજના દિવસે 24 ધ્વજા પૂજા અને 10 તત્કાળ મહાપૂજા કરવામા આવી

જન્માષ્ટમી અને ચોથો સોમવાર હોય આજે સોમનાથમાં સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઊમટી પડ્યું હતું. જન્માષ્ટમીના દિને મંદિરમાં સાંય આરતી સમયે ભોળાનાથને કૃષ્ણ દર્શનનો અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો. રંગબેરંગી લાઈટિંગને કારણે રાત્રિના સમયે મનમોહક દૃશ્યો જોવા મળ્યાં હતાં.

આજે શ્રાવણ માસનો ચોથો સોમવાર અને સાથે જન્માષ્ટમી હોય સોમનાથમાં સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઊમટી પડ્યું હતું. આજના દિવસે મંદિરમાં 42 હજાર કરતાં વધુ દર્શનાર્થીઓ દર્શન કર્યાં હતાં. મંદિરમાં 10 તત્કાલ મહાપૂજા, 7 સુવર્ણ કળશ પૂજા, 656 રુદ્રાભિષેક કરવામા આવ્યા હતા.

સાંય આરતી સમયે મહાદેવને કૃષ્ણ દર્શનનો શણગાર
આજે જન્માષ્ટમીનું પર્વ હોય ભક્તો કાનાના જન્મને વધાવવા આતુર બન્યા છે ત્યારે સોમનાથ મહાદેવને પણ સાંય આરતી દરમિયાન કૃષ્ણ દર્શનનો શણગાર કરાયો હતો. જેના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...