પ્રાર્થના:પંજાબમાં પીએમની સુરક્ષામાં ચુક સામે આવ્યા બાદ પ્રધાનમંત્રી મોદીના લાંબા આયુષ્ય માટે સોમનાથ મહાદેવને વિશેષ પૂજા અર્ચના કરાઈ

વેરાવળ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક ભાજપ સંગઠનના અગ્રીઓ અને કાર્યકર્તાઓ દ્વારા મહાપુજા અને મહામૃત્યુંજય જાપ કરવામાં આવ્યા

ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સુરક્ષામાં પંજાબના પ્રવાસ દરમિયાન થયેલી ચુક-બેદરકારીને લઈ આજે ગીર સોમનાથ જિલ્લા ભાજપ દ્વારા પ્રધાનમંત્રી મોદીના લાંબા આયુષ્યની પ્રાર્થના અર્થે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં મહામૃત્યુંજય મંત્ર જાપ અને મહાપૂજા કરવામાં આવી હતી.

પંજાબના પ્રવાસમાં ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સુરક્ષામાં ચુક હોવાની સામે આવેલી સનસનીખેજ વિગતો બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આક્ષેપોનું યુદ્ધ શરૂ થયુ છે. ત્યારે પ્રધાનમંત્રી મોદીના લાંબા આયુષ્ય માટે આજરોન જગવિખ્યાત સોમનાથ મહાદેવ મંદિર ખાતે સ્થાનીક ભાજપના અગ્રણી એવા પ્રદેશ ભાજપ સંગઠન મંત્રી ઝવેરીભાઈ ઠકરાર, બીજ નિગમના ચેરમેન રાજશીભાઈ જોટવા, પાલીકા પ્રમુખ પીયૂષભાઈ ફોફંડી, ઉપપ્રમુખ કપીલ મહેતા, શહેર પ્રમુખ દેવભાઈ ધારેચા, મહામંત્રી ભરત ચોલેરા સહિત નગરસેવકો, કાર્યકર્તાઓએ સોમનાથ મહાદેવની મહાપુજા અને મહામૃત્યુંજય મંત્ર જાપની પૂજા કરી પ્રાર્થના કરી હતી.

આ તકે પ્રદેશ મંત્રી ઝવેરીભાઈ ઠકરારએ જણાવ્યુ હતું કે, પ્રધાનમંત્રી મોદી ઉપર હુમલો કરવાના કોંગ્રેસના ઈરાદાઓ હોય તેવી સુરક્ષામાં ચુક દાખવી હોવાનો આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને સોમનાથ મહાદેવ સદબુદ્ધિ આપે તેવી ભાજપ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...