તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:સોમનાથ મહાદેવને રૂદ્રાક્ષનો શણગાર, દિવડાઓથી મંદિર ઝગમગી ઉઠ્યું, રંગોળીએ આકર્ષણ જમાવ્યું, રાજકોટમાં સ્વામિનારાયણ મંદિરે અન્નકૂટના દર્શન

વેરાવળ5 મહિનો પહેલા
સોમનાથ મહાદેવ મંદિર રંગબેરંગી રોશનીથી ઝગમગી ઉઠ્યું - Divya Bhaskar
સોમનાથ મહાદેવ મંદિર રંગબેરંગી રોશનીથી ઝગમગી ઉઠ્યું
  • સોમનાથ મહાદેવના રૂદ્રાક્ષના શણગારના દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી

12 જ્યોતિર્લિગમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેન મંદિરમાં ગઈકાલે શનિવારે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. સોમનાથ મહાદેવને રૂદ્રાક્ષનો શણગાર કરવામાં આવ્યો હતો. સોમનાથ મહાદેવ મંદિર રંગબેરંગીથી રોશનીથી ઝગમગી ઉઠ્યું હતું. તેમજ મંદિર પરિસરમાં દિવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. મંદિરમાં બનાવેલી રંગોળી ફરતે દિવડા પ્રગટાવવામાં આવતા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. રાજકોટના કાલાવડ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરે અન્નકૂટના દર્શન યોજાયા હતા.

સોમનાથ મહાદેવ મંદિરના પરિસરમાં રંગોળી બનાવવામાં આવી
સોમનાથ મહાદેવ મંદિરના પરિસરમાં રંગોળી બનાવવામાં આવી

ભાવિકોએ દર્શન કરી ધન્યતા અનુભવી
સોમનાથ મહાદેવને રૂદ્રાક્ષનો શણગાર કરવામાં આવતા મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દિવાળના પર્વે દર વર્ષે સોમનાથ મહાદેવને અલગ અલગ શણગાર કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે રૂદ્રાક્ષનો શણગાર કરવામાં આવ્યો હતો.

રાજકોટના સ્વામિનારાયણ મંદિરે અન્નકૂટ દર્શન
દિવાળીના પર્વની ઉજવણી લોકો વિવિધ ધાર્મિક પુજા-અર્ચના સાથે કરી રહ્યાં છે. આજે કાલાવડ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરમાં પણ અન્નકૂટના દર્શન યોજાયા હતા. દર વર્ષની પરંપરા મુજબ પણ ભગવાન સ્વામિનારાયણને અવનવી વાગનીઓ ધરાવવામાં આવી હતી. ભાવિકોનું આવતું વર્ષ સુખમય થાય તે માટે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી હતી. આ વખતે કોરોનાને કારણે સાદગીપૂર્વક અન્નકૂટના દર્શન યોજાયા હતા.

(રાજેશ ભજગોતર, વેરાવળ)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો