ઉજવણી:ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડે નિમિત્તે સોમનાથના સમુદ્ર કિનારે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સોમનાથના સમુદ્ર કિનારે સફાઈ કરી રહેલ વિદ્યાર્થીઓ - Divya Bhaskar
સોમનાથના સમુદ્ર કિનારે સફાઈ કરી રહેલ વિદ્યાર્થીઓ
  • કોસ્ટગાર્ડ, વહીવટી, પાલીકા, પોલીસ તંત્ર અને વિદ્યાર્થીઓ સહિતનાઓ જોડાયા
  • સમુદ્ર કિનારાને સ્વચ્છ રાખવાના હેતુંથી આ અભિયાન હાથ ધરવામાં આવ્યું

ઇન્ટરનેશનલ કોસ્ટલ કલીનઅપ ડે નિમિત્તે સોમનાથના સમુદ્ર કિનારે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. સોમનાથના સમુદ્ર કિનારે વેરાવળ કોસ્ટગાર્ડ, પોલીસ સ્ટાફ, પાલીકા, સોમનાથ ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કલેક્ટર, કોસ્ટગાર્ડ કમાન્ડન્ટ સહિતના અધિકારીઓ જોડાયા હતા. સફાઈ અભિયાનમાં તંત્રના જુદા-જુદા વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ સહિત 250 થી 300 લોકો સહભાગી થયા હતા.

250 થી 300 જેટલા કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ જોડાયાસોમનાથના સમુદ્ર કિનારે આજે શનિવારે ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડે ને લઈ યોજાયેલા સફાઈ અભિયાન અંગે કોસ્ટગાર્ડના કમાન્ડન્ટે જણાવ્યું કે, ઉજવણીનો મુખ્ય હેતુ સમુદ્ર કિનારાને સ્વચ્છ રાખવાનો છે. કારણ કે, વર્તમાન સમયમાં પ્લાસ્ટીકના વધુ ઉપયોગના લીધે લોકો દરીયાકિનારે પ્લાસ્ટીકનો કચરો ફેંકી દેતા હોય છે. જેના કારણે દરિયામાં અને કિનારા પર મોટાપાયે પ્રદુષણ ફેલાતું હોવાથી દરીયો પ્રદુષિત થઈ રહ્યો છે. ત્યારે ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડેની ઉજવણી થકી ભવિષ્યની પેઢીને સ્વચ્છ વાતાવરણ સાથે દરિયાકિનારો મળે તે હેતુ છે. જેને સાર્થક કરવા આજે સોમનાથના સમુદ્ર કિનારે હાથ ધરાયેલા સફાઈ અભિયાનમાં 250 થી 300 જેટલા કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા.

દરીયાકિનારે કચરો કરવાથી સમુદ્રી જીવોને મોટું નુકસાન પહોચે છેજિલ્લા કલેક્ટર આર.જી. ગોહિલે જણાવ્યું કે, પર્યાવરણ બચાવવા અને પ્રદુષિત થતું અટકાવવાની જવાબદારી તંત્ર સાથે લોકોની સ્વયં હોય છે, ત્યારે આજે સોમનાથના સમુદ્ર કિનારે સફાઈ અભિયાન આવકારદાયક છે. સમુદ્ર કિનારે લોકોએ કચરો નાખવાથી બચવું જોઈએ કેમ કે કચરો નાખે છે બીજા અને સફાઈ બીજાને કરે છે વ્યાજબી ન કહેવાય. દરીયાકિનારે કચરો કરવાથી સમુદ્રી જીવોને મોટું નુકસાન પહોચે છે. આજે સફાઈ અભિયાનમાં જોડાયેલા 300 લોકોએ મોટી માત્રામાં કચરો એકઠો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...