નિર્ણય:સોમનાથ, અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન રદ્દ કરાઇ

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાણદ રેલવે સ્ટેશન ઉપર નોન-ઇન્ટરલોકિંગના કામને લઈ નિર્ણય લેવામાં આવ્યો

સાંણદ રેલવે સ્ટેશને નોન-ઇન્ટર લોકિંગની કામગીરી ને લઈ હાલ સોમનાથ,અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી છે.20 મેની સોમનાથ- અમદાવાદ- સોમનાથ એક્સપ્રેસ સાણંદ સ્ટેશન પર ઇન્ટરલોકિંગ કામગીરી ના લીધે રદ કરવામાં આવી છે.

20મી મે, 2022ની સોમનાથ- અમદાવાદ એક્સપ્રેસ અમદાવાદ- વિરમગામ સેક્શન પરના સાણંદ સ્ટેશન ખાતે નોન- ઇન્ટરલોકિંગ કામ શરૂ થનાર હોઈ બ્લોકને કારણે સંપૂર્ણપણે રદ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર, આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે. જ્યારે રદ્દ કરવામાં આવેલી ટ્રેનની વાત કરીએ તો 20મી મે, 2022ની ટ્રેન સંખ્યા 19119 અમદાવાદ- સોમનાથ એક્સપ્રેસ- 20મી મે, 2022ની ટ્રેન સંખ્યા 19120 સોમનાથ- અમદાવાદ એક્સપ્રેસ બંધ રહેશે.

અન્ય સમાચારો પણ છે...