તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરોગ્ય સાથે ચેડા:વેરાવળમાંથી SOGએ બોગસ ડોકટર ઝડપ્યો, સાત વર્ષથી ક્લિનિક ચલાવતો હતો

વેરાવળ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
એસઓજીએ ઝડપેલ બોગસ ડોકટર - Divya Bhaskar
એસઓજીએ ઝડપેલ બોગસ ડોકટર
  • 10 હજારની કિંમતની એલોપેથી સહિતની દવાઓ પોલીસે જપ્‍ત કરી

વેરાવળના પ્રભાસપાટણ વિસ્‍તારમાં દવાખાનું ચલાવતા બોગસ ડોકટરને એસઓજી બ્રાંચના સ્‍ટાફએ મેડિકલ ઓફિસરને સાથે રાખી દરોડો પાડી ઝડપી લીઘો હતો. બોગસ ડોકટર કોઇપણ જાતની માન્ય પ્રાપ્‍ત ડિગ્રી કે સર્ટી વગર દવાખાનું ચલાવતો હતો. વઘુમાં પોલીસે દરોડા દરમ્યાન જુદી જુદી એલોપેથીક દવા, ઇન્જેકશનો, સ્ટેથોસ્કોપ, સિરપની બોટલો અને છુટી દવાઓ સહિતનો મુદામાલ જપ્‍ત કરી ઘોરણસરની કાર્યવાહી હાથ ઘરી છે.

વેરાવળ સહિત ગીર સોમનાથ જીલ્‍લાના છેવાડા અને પછાત વિસ્‍તારોમાં બોગસ તબીબો હાટડા ચલાવી લોકોના આરોગ્‍ય સાથે ચેડા કરતા હોવાથી ઘણા દિવસોથી વ્‍યાપક ચર્ચાઓ ચાલી રહી હતી. ગીર સોમનાથ એસઓજી બ્રાંચએ બાતમીના આઘારે પકડી પાડેલ બોગસ ડોકટરી પ્રાપ્‍ત વિગતોનુસાર વેરાવળ-સોમનાથ વિસ્તારમાં એસઓજી સ્‍ટાફ પેટ્રોલીંગ કરી રહેલ હતો. દરમ્‍યાન બ્રાંચના ગોવિંદ વંશ અને નરવણસિંહ ગોહિલને મળેલ સંયુકત બાતમીના આધારે મેડીકલ ઓફીસર ડો.અવધેશકુમાર ચૌધરીને સાથે રાખી અત્રેના પ્રભાસપાટણના ગુલાબનગરમાં નાઝ પ્રોવિઝન સ્ટોરની સામેની ગલીમાં રહેતા શબ્બીર કાસમભાઇ ભાદરકા (ઉ.વ.30) ના મકાન પર દરોડો પાડેલ હતો.

આ મકાનમાં બોગસ ડોકટર કલીનીક ચલાવતો હતો
આ મકાનમાં બોગસ ડોકટર કલીનીક ચલાવતો હતો

દરોડો દરમિયાન મકાનમાં જ કોઇપણ જાતની માન્‍યતા પ્રાપ્‍ત ડિગ્રી કે સર્ટીફીકેટ વગર મેડીકલને લગતા જરૂરી સાધનો રાખી લોકોને એલોપેથીક દવા તથા સારવાર આપી કિલનીક (દવાખાનું) ચલાવી લોકોની જીંદગી સાથે છેડા કરતો હોવાની હકકીત સામે આવી હતી. જયારે કલીનકમાંથી જુદી જુદી એલોપેથીક દવાઓ, ઇન્જેકશન, સ્ટેથોસ્કોપ, સિરપની બોટલો તથા છુટી દવાઓ સહિતની સાધન સામગ્રી તથા રોકડા રૂ.1230 મળી કુલ કિ.રૂ.10,485 નો મુદામાલ જપ્‍ત કરવામાં આવેલ હતો.

વઘુમાં બોગસ ડોકટર શબ્બીર કાસમભાઇ ભાદરકા વર્ષો અગાઉ વેરાવળ-સોમનાથના તબીબોને ત્‍યાં કામ કરતો હતો. છેલ્‍લા સાતેક વર્ષથી અત્રેના પ્રભાસપાટણના ગુલાબનગરમાં પોતાના ઘરે જ કલીનીક ચલાવતો હોવાનું પોલીસની પ્રાથમીક તપાસમાં આવેલ છે. જેથી બોગલ ડોકટર શબ્‍બીર ભાદરકા સામે ગુજરાત મેડિકલ પ્રેકટિસનર એકટ 1963 ની કલમ 30, 33 તથા ગુજરાત મેડિકલ કાઉન્સીલ એકટ 1967 ની કલમ 29, ઇન્ડીયન મેડિકલ કાઉન્સીલ એકટ 1956 ની કલમ 15(3) હેઠળ પોલીસે ગુનો નોંઘી ઘોરણસરની કાર્યવાહી હાથ ઘરી છે.

અન્ય સમાચારો પણ છે...