તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રતિબંઘ:ગીર સોમનાથ જિલ્લામાં સામાજિક-રાજકીય મેળાવડા પર પ્રતિબંધ, લગ્નપ્રસંગમાં પણ 100થી વધુ લોકો હાજર નહીં રહી શકે

વેરાવળ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોરોના સંક્રમણના પગલે પ્રતિબંધાત્મક આદેશો જારી કરાયા

ગીર સોમનાથ જીલ્‍લામાં કોરોના સંક્રમણના કારણે જીલ્‍લા કલેકટર દ્રારા પ્રતિબંઘાત્‍મક આદેશો જાહેર કર્યા છે.જીલ્‍લામાં લગ્‍ન સમારોહમાં 100 વ્‍યકિતથી વઘુ એકઠા થવા પર પ્રતિબંઘ તથા રાજકીય-સામાજીક અને અન્‍ય મેળાવડા ઉપર સંપૂર્ણ પ્રતિબંઘ ફરમાવેલ છે. જાહેર કરાયેલા તમામ પ્રતિબંઘો આગામી તા.30-4-21 સુઘી અમલમાં રહેશે.

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ-2005ની કલમ-34 અને ગુજરાત એપેડેમિક ડીસીઝ એકટ-1897 અન્વયેના એપેડેમિક ડીસીઝ કોવિડ-19 રેગ્યુલેશન -2020 ના નિયમ હેઠળ મળેલ સત્તાની રૂએ ગીર સોમનાથ જિલ્લા મેજીસ્ટ્રેટ અજય પ્રકાશે પ્રતિબંધાત્મક આદેશો જારી કર્યા છે. જેમાં સમગ્ર જિલ્લામાં તા.10-4-2021 થી લગ્ન/સત્કાર સમારંભમાં બંધ કે ખુલ્લી જગ્યામાં 100 થી વધુ વ્યક્તિઓ એકઠા કરી શકાશે નહીં. આ દરમ્યાન કોવિડ સંબંધિત અન્ય માર્ગદર્શન સુચનાઓ યથાવત રહેશે. તા.7-4-2021 થી તા.30-4-2021 સુધી જીલ્‍લામાં રાજકીય, સામાજીક અને અન્ય મેળાવડાઓ ઉપર સંપુર્ણ પ્રતિબંધ રહેશે. કોઈપણ જાતના ગેઘરીંગમાં 50 થી વધારે વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે નહી.

જિલ્લાની ખેત ઉત્પાદન બજાર સમિતિઓએ પણ કોવિડ-19 અંગેની માર્ગદર્શક સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. તા.30 એપ્રીલ સુધી તમામ સરકારી કચેરીઓ તમામ શનિ-રવિવારમાં બંધ રહેશે. સરકારી કચેરીઓમાં ખુબજ અગત્યની કામગીરી હોય તો જ મુલાકાતીઓને પ્રવેશ આપવાનો રેહેશે. આ જાહેરનામું તા.30-4-2021 સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો