• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Snowfall In Northern India Increased The Amount Of Cold With Icy Winds Blowing From The North And Northeast, The City Of Junagadh Rose By 5.5 Degrees In A Single Day

હાજા ગગડાવતી ઠંડી:જૂનાગઢ શહેરમાં એક જ દિવસમાંં ઠંડી 5.5 ડિગ્રી વધી ગઇ

જૂનાગઢ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાન્યુઆરી 2021ના નવા વર્ષના 4 દિવસમાં આટલી ઠંડી રહી છે. 1 જાન્યુઆરી 10.3, 2 જાન્યુઆરી 15.0, 3 જાન્યુઆરી 14.2 અને 4  જાન્યુઆરીએ 8.7 ડિગ્રી ઠંડી રહી છે. - Divya Bhaskar
જાન્યુઆરી 2021ના નવા વર્ષના 4 દિવસમાં આટલી ઠંડી રહી છે. 1 જાન્યુઆરી 10.3, 2 જાન્યુઆરી 15.0, 3 જાન્યુઆરી 14.2 અને 4 જાન્યુઆરીએ 8.7 ડિગ્રી ઠંડી રહી છે.
  • શહેરમાં 8.7 અને ગિરનાર પર્વત પર 3.7 ડિગ્રી હાજા ગગડાવતી ઠંડીથી જીવન પ્રભાવિત થયું: આગામી ચાર દિવસ સુધી કડકડતી ઠંડી પડશે
  • ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના કારણે ઉત્તર અને ઉત્તર-પૂર્વના બર્ફિલા પવન ફૂંકાતા ઠંડીનું પ્રમાણ વધ્યું

જૂનાગઢ શહેરમાં હાજા ગગડાવતી ઠંડીથી જનજીવન પ્રભાવિત થયું છે. માત્ર એક જ દિવસમાં ઠંડીમાં 5.5 ડિગ્રીનો વધારો થતા સર્વત્ર ઠંડા ઠંડા કુલ કુલ જેવું વાતાવરણ થઇ ગયું છે. ઉત્તર ભારતમાં થતી હિમવર્ષાના કારણે ઉત્તર અને ઉત્તર-પૂર્વના ફુંકાતા બર્ફિલા પવનના કારણે કાતીલ ઠંડી અનુભવાઇ રહી છે. વ્હેલી સવારે અને મોડી રાત્રીના પડતી ઠંડીથી લોકો થરથર ધ્રુજી ઉઠ્યા છે. આ ઉપરાંત દિવસભર ફુંકાતા પવનના કારણે બપોરના સમયે પણ સૂર્યનારાયણ દેવતાના કિરણો વ્હેલી સવારના કુમળા તકડા જેવા લાગી રહ્યા છે. પરિણામે લોકો દિવસભર આકરી ઠંડીનો સામનો કરી રહ્યા છે.

દરમિયાન જૂનાગઢ શહેરમાં 8.7 ડિગ્રી અને ગિરનાર પર્વત પર 3.7 ડિગ્રી ગાત્રો થિજાવતી ઠંડી પડી રહી હોય જનજીવન ભારે પ્રભાવિત થયું છે. શહેરમાં ભારે પવનના કારણે પડતી કાતીલ ઠંડીથી બચવા લોકો દિવસભર ગરમ વસ્ત્રોમાં લપેટાઇ રહે છે. તો વૃદ્ધો, બિમાર,મહિલાઓ દિવસભર બારી, બારણાં બંધ કરી ઘરમાં પૂરાઇ રહે છે. ખાસ કરીને ગિરનારમાં પડતી ઠંડીથી રાની પશુઓ પણ મોટાભાગે ઢુવામાંથી બહાર આવતા નથી. તો પક્ષીઓ પણ માળામાં પૂરાઇ રહે છે.

આમ,ગાત્રો થિજાવતી ઠંડીથી સમગ્ર જનજીવન પ્રભાવિત થઇ ગયું છે. દરમિયાન રવિવારે લઘુત્તમ તાપમાન 14.2 ડિગ્રી હતું. જયારે સોમવારે તાપમાનનો પારો ગગડીને 8.7 ડિગ્રીએ આવી જતા એક જ દિવસમાં ઠંડીમાં 5.5 ડિગ્રીનો વધારો અનુભવાયો છે. જ્યારે મહત્તમ તાપમાન 25.2 ડિગ્રી રહ્યું છે.જ્યારે ભેજનું પ્રમાણ સવારે 75 ટકા અને બપોર બાદ 31 ટકા રહ્યું છે તેમજ પવનની ઝડપ 5.6 કિલોમિટર પ્રતિ કલાકની રહેવા પામી છે.

ઠંડીથી નહી ઝાકળથી પાકને નુકસાન
હાલ આકરી ઠંડી પડી રહી છે. જોકે, તેમ છત્તાં ઘઉં, ચણા, ધાણા સહિતના રવિપાકો, કેરી જેવા ફળાઉ પાકો તેમજ શાકભાજીને નુકસાન થશે નહી. પરંતુ જો ઝાકળ વર્ષા થાય તો ભેજનું પ્રમાણ વધી જતા ધાણા, જીરૂં સહિતના પાકને નુકસાન થઇ શકે છે. - ધિમંત વઘાસીયા, જૂનાગઢ કૃષિ યુનિ.ગ્રામિણ મોસમ વિભાગ.

8 તારીખ સુધી ઠંડી જળવાશે
શહેરમાં હજુ 4 દિવસ સુધી એટલે કે 8 જાન્યુુઆરી સુધી ઠંડીનું પ્રમાણ જળવાઇ રહેશે. આ દિવસોમાં 8 થી 10 ડિગ્રીની વચ્ચે ઠંડી રહેશે. જ્યારે વાતાવરણ ચોખ્ખું રહેશે તેમજ કમોસમી વરસાદની શક્યતા નથી.

અન્ય સમાચારો પણ છે...