તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરફોડી:વેરાવળ મંડપના ધંધાર્થીના બંધ મકાનને તસ્‍કરોએ નિશાન બનાવી રૂ.2.60 લાખની ઘરફોડીને અંજામ આપ્‍યો

વેરાવળએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ધંધાર્થી પરીવાર સાથે ઘર બંધ કરી સાળાને ત્‍યાં ગયા બાદ રાત્રીના સમયે તસ્‍કરોએ ચોરી કરી
 • તસ્‍કરો કબાટમાં રહેલ સાડા પાંચ તોલાના સોના-ચાંદીના દાગીના તથા અડઘા લાખની રોકડ લઇ ગયા

વેરાવળમાં યોગી વિદ્યાલય પાછળ આવેલી વાણંદ સોસાયટીમાં રહેતા મંડપ સર્વિસના ધંધાર્થી પરિવાર સાથે ઘર બંધ કરી નજીકના ગામે સાળાના ઘરે ગયા હતા. ત્‍યારે રાત્રીના સમયે બંધ મકાનને તસ્‍કરોએ નિશાન બનાથી અડધા લાખની રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ.2.60 લાખની ચોરી કરી ગયાની ધંધાર્થીએ ફરિયાદ નોંઘાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વેરાવળ શહેરમાં યોગી વિદ્યાલય પાછળ આવેલી વાણંદ સોસાયટીમાં રહેતા અને મંડપ સર્વિસનો ધંધો કરતા કરશનભાઇ કાનાભાઇ ઝાલા તેમના પરીવારજનો સાથે ઘર બંધ કરી તા.31 મીને બપોરના સમયે નજીકના મોરડીયા ગામે સાળાના ઘરે ગયા હતા. ત્‍યારબાદ રાત્રીના સમયે તસ્‍કરોએ બંધ મકાનને નિશાન બનાવેલ હોવાનું બીજા દિવસે સવારે પાડાશીઓના ઘ્‍યાને આવતા કરશનભાઇને જાણ કરી હતી.

કરશનભાઇએ પરત આવી ઘરમાં તપાસ કરતા તસ્‍કરોએ મકાનના મુખ્ય દરવાજાને મારેલ તાળાને નકુચો તોડી દરવાજો ખોલી અંદર પ્રવેશ કરી રૂમમાં રહેલ કબાટમાંથી સોનાનો નેકલેસ સાડા 3 તોલા આશરે રૂ1.20 લાખ, સોનાનો પેન્ડલ સેટ 2 તોલા આશરે રૂ.70 હજાર, કાનની કડી અડધો તોલા આશરે રૂ.17 હજાર, ચાંદીના સાંકળા આશરે રૂ.3 હજાર તથા એક સ્ટીલના ડબ્બામાં રહેલા રોકડા રૂ.50 હજાર મળી કુલ રૂ.2.60 લાખની ચોરી થઇ હોવાનું જણાયું હતુ.

જેથી ધંધાર્થી કરશનભાઇ ઝાલાએ અજાણ્‍યા તસ્‍કરો સામે રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ.2.60 લાખની ચોરી થઇ ગયેલ હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ઘરી છે. પોષ વિસ્‍તારમાં બનેલી ચોરીની ઘટનાથી લોકોમાં ચિંતાની લાગણી જન્‍મી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો