તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:જૂનાગઢની સોમનાથ ટાઉનશીપમાં તસ્કરો ત્રાટક્યા, 50 હજારની રોકડ સાથે રાશન પણ ઉઠાવી ગયા

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મજૂરોને ચૂકવવા રાખેલી રોકડ રકમની ચોરી

જૂનાગઢના ટીંબાવાડીમાં સોમનાથ ટાઉનશીપ વિસ્તારમાં મકાન બનાવવા માટે રાખેલા 50 હજાર રૂપિયા સાથેના થેલા તેમજ બાજુમાં આવેલા મકાનમાંથી રાશનની ચીજવસ્તુ પણ અજાણ્યા શખ્સો ચોરી ગયાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

આ અંગેની વધુ વિગત મુજબ માળીયા હાટીના તાલુકાના ગળોદરમાં રહેતા અનિરૂધ્ધભાઇ નાજાભાઇ સિંઘવનું જૂનાગઢના સોમનાથ ટાઉનશીપમાં મકાન બનાવવાનું કામ ચાલુ હોવાથી 50 હજાર રૂપિયા મજૂરોને ચુકવવા ધરે રાખ્યા હતા. તા.11 ના 50 હજાર ભરેલો આ થેલો કોઇ શખ્સ ચોરી ગયું હતું. આ 50 હજાર ઉપરાંત બાજુમાં આવેલા હરસુખભાઇના મકાનમાંથી પણ અજાણ્યા શખ્સો રાશનની ચીજવસ્તુ ચોરી ગયા હતા.

આ અંગે અનિરૂધ્ધભાઇ સિંઘવે ફરિયાદ નોંધાવતા સી. ડિવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...