તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘરફોડી:વેરાવળમાં બ્યુટીપાર્લરના ઓર્ડરમાં એક દિવસ મકાન બંધ કરીને ગયા બાદ તસ્કરો ત્રાટક્યા, દોઢ લાખના દાગીનાની ચોરી કરી

વેરાવળ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મકાન એક દિવસ બંધ રહેતા તસ્કરોએ નિશાન બનાવ્યું

વેરાવળની ભાવના-2 સોસાયટીમાં રહેતા અને મચ્છીની જાળી બનાવવાનો ધંધો કરતા વેપારીના ઘરમાં તસ્કરો પ્રવેશ કરી રૂ.1.50 લાખના દાગીનાની ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.

વેરાવળ ભાવના-2 સોસાયટીમાં રહેતા અને મચ્છીની જાળ બનાવવાનો ધંધો કરતા વિજયભાઇ દેવજીભાઇ ગોહેલના પત્ની બ્યુટીપાર્લર ચલાવે છે. ગત તા.18/06 ના રોજ બ્યુટીપાર્લરમાં એક દુલ્હન તૈયાર કરવાનો નજીકના ભીડીયા વિસ્તારનો ઓર્ડર મળેલ હોવાથી ભાવના-૨ સોસાયટીવાળા ઘરે તાળુ મારી ભીડીયા ખાતેના મકાને ગયેલ હતા. બીજા દિવસે વહેલી સવારના એટલે કે તા.19/06 ના રોજ ઘરે જતા તસ્કારોએ ડેલીના દરવાજા પર મારેલું તાળુ તોડી, મેઇન દરવાજાનો લોક તોડી ઘરમાં પ્રવેશ્યા હતા.

ઘરનો બધો સામાન વેરવિખેર કરી બેડરૂમના કબાટમાં આવેલા બન્ને લોકર તોડી સોનાના ઘરેણાઓ જેમાં એક સોનાનું મંગળસુત્ર આશરે પાંચ તોલા કિંમત રૂ.1,25,000 તથા બે સોનાની વીંટી બન્ને આશરે એક તોલાની કિંમત,રૂ 25 હજાર મળી કુલ દોઢ લાખના દાગીના કોઈ તસ્કરો ચોરી જતા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. વેપારી પરિવાર બ્યુટીપાર્લરના ઓડર ના કામ માટે બહાર જતા તેનો લાભ ઉઠાવી તસ્કરો દરવાજાનો લોક તોડી ઘરમાં પ્રવેશ કરી ચોરી કરી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...