તસ્કરી:આશ્રમમાં તસ્કરો ત્રાટકયા,ચાંદીના વાસણ અને રૂદ્રાક્ષની માળાની ચોરી

જૂનાગઢ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રૂપિયા 56 હજારનો મુદ્દામાલ ઉઠાવી ફરાર : તપાસ શરૂ કરવામાં આવી
  • સીસીટીવી​​​​​​​ ફુટેજ સામે આવ્યાં, પોલીસે ઝડપી લેવા તજવીજ હાથ ધરી

જૂનાગઢ ભવનાથમાં આવેલ એક આશ્રમમાં તસ્કરો ત્રાટકયા હતા અને ચાંદીના વાસણો અને રૂદ્રાક્ષની માળાની ચોરી કરી ફરાર થઇ ગયો હતો જેમની જાણ થતાં જ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ,રાજેશ ઉર્ફે રાજારામ જેરામભાઈ લાખાણીએ ભવનાથ પોલીસમાં નોંધાવેલી ફરીયાદ મુજબ,અજાણ્યો શખ્સે ભવનાથમાં આવેલ આશ્રમની અંદર ગુરૂગાદી રૂમના તાળા તોડ્યા હતા અને અંદર પ્રવેશ કરી ગાદીમાં સ્મૃતિ મંદિરમાં રાખવામાં આવેલ વસ્તુઓ ચાંદીનો થાળ, વાટકા 4,અને ગ્લાસ 1 કી.6 હજાર,બે રૂદ્રાક્ષની માળા તેમજ ચાંદીનું કવર ચડાવેલ લાકડી મળી કુલ 65 હજારના મુદ્દામાલની ચોરી કરી ગયો હતો.આ બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો જેથી પોલીસે આ શખ્સ વિરૂદ્ધ ગુનો દાખલ કરી અટક કરવાની તજવીજ હાથ ધરી હતી.આમ આશ્રમમાં ચોરી નો બનાવ બનતા પોલીસે પણ ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...