તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી:વેરાવળ GIDCમાં બેંકે સીલ કરેલી કંપનીમાંથી બે લાખના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર

વેરાવળએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઇલેકટ્રીકની પાંચ મોટરની ચોરી કરી તસ્કરો ગાયબ થઇ ગયા
 • બેંક મેનેજરની ફરિયાદના આધારે પોલીસે તસ્કરોને ઝડપી પાડવા તાજવીજ હાથ ધરી

વેરાવળ જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલી એશીયન ઇન્પેક્ષ નામની બેંકે સીલ કરેલી કંપનીમાંથી ચોરી થયાની ઘટના સામે આવી છે. રૂ. એક લાખ 96 હજારના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હોવાની પોલીસ ફરિયાદ નોંધાતાં પોલીસે તસ્કરોને ઝડપી પાડવા તાજવીજ હાથ ધરી છે.

જાન્યુઆરી 2021માં કંપનીને સીલ કરાઇ આ અંગે પ્રભાસ પાટણ પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, જી.આઇ.ડી.સી. વિસ્તારમાં એશીયન ઇન્પેક્ષ નામની કંપનીના ભાગીદારો દ્વારા યુનિયન બેંકમાંથી લોન લીધેલી હતી, જે લોન ભરપાઇ ન થતા ગત તા.29-01-2021ના રોજ કંપનીને બેંક દ્વારા સીંલ મારવામાં આવ્યું હતુ. જેથી આ કંપની હાલ બંધ હાલતમાં હતી.

ત્યારે કંપનીના ગેટ નજીક સટર વાળા રૂમમાંથી એક લાખ 96 હજાર 500ની કિંમતની ઇલેકટ્રીકની પાંચ મોટર તસ્કરો ચોરી કરી લઇ ગયા હોવાની ફરીયાદ યુનીયન બેંકના મેનેજર કુમારસોનુ કીશોરપ્રસાદએ પ્રભાસ પાટણ પોલીસમાં નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો