તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વધુ એક ચોરી:કેશોદમાં સોનાનું રિફાઈન કરતી દુકાનની પાછલી બારીએથી પ્રવેશી તસ્કરો રૂ.5 લાખનું સોનુ લઇ ફરાર

જૂનાગઢ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેપારીની ફરીયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી

જૂનાગઢના કેશોદ શહેરમાં તસ્કરો વારંવાર ચોરીની ઘટનાઓને અંજામ આપી પોલીસને પડકાર ફેંકી રહ્યા છે. ગતરાત્રીના વધુ એક સોનાનું રિફાઈન કરતી દુકાનની પાછલી બારીએથી તસ્કરોએ પ્રવેશ કરી રૂ.5 લાખનું સોનુ ચોરી કરી ગયાની ફરીયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

છેલ્લા ઘણા સમયથી કેશોદ શહેરમાં તસ્કરોએ મુકામ કર્યું હોય તેમ વારંવાર જુદા જુદા વિસ્તારોમાં ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. વધુ એક મોટી ચોરીની ઘટના અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કેશોદ શહેરના સુતરવાવ વિસ્તારમાં આવેલ અવધ કોમ્પલેક્ષમાં આવેલ અને છેલ્લા વીસેક વર્ષથી સોનું ગાળી રીફાઈન કરવાનું કામ કરતાં સોમનાથ રીફાઈનરીનાં માલીક મરાઠા સદાશિવ કુંડલીકભાઈ કોલીની દુકાને ગત રાત્રેથી સવાર સુધીમાં અજાણ્યા શખ્સોએ પાછલી બારીએથી પ્રવેશી દસ તોલા સોનું અંદાજે કિંમત રૂ.5 લાખની ચોરી થઈ છે.

કેશોદના સોમનાથ રીફાઈનરીનાં માલીક સવારે દુકાન ખોલતાં અંદરનાં ભાગે વસ્તુઓ અસ્તવ્યસ્ત પડેલી હોય તેઓએ બે વર્ષથી કુંડળીમાં એકઠું કરેલું દસ તોલા જેટલું સોનું જોવા ન મળતાં કેશોદ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. કેશોદ પોલીસ દ્વારા ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. હજું અગતરાય સીંગદાણાનાં કારખાનાંમાં થયેલી ચોરીના તસ્કરો મળ્યાં નથી ત્યાં બીજી મોટી ચોરીનો બનાવ બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...