તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરીનો પ્રયાસ:વિસાવદર રેલવે સ્ટેશન ઓફિસમાં ચોરીના ઈરાદે ઘુસેલા તસ્કરોને હાથ કંઈ ના લાગતા તોડફોડ કરી

વિસાવદર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એસએસ ઓફિસની બારીની ગ્રીલ તોડી ચોરીનો નિષ્ફળ પ્રયાસ

જૂનાગઢના વિસાવદર રેલવે સ્ટેશન ખાતે ગતરાત્રિના કોઈ અજાણ્યા શખ્સો ચોરીના ઈરાદે બારીના સળિયા તોડીને અંદર પ્રવેશી ઓફ્સિમાં તોડફોડ કરીને ફાંફાફોરા કરેલ પરંતુ કશું હાથ ન લાગતા તસ્કરોને ફોગટનો ફેરો થયો હતો. જો કે ચોરીના પ્રયાસ મામલે રેલ અધિકારીએ ફરીયાદ નોંધાવી છે.

આ ઘટના અંગે વિસાવદર રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્ટર અનીલ મુલચંદ ગ્વાલાએ રેલ્વે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, ગઈકાલે તેઓ હાજર ન હતા ત્યારે અહીના કર્મચારી વિરાભાઈ તરસરિયા પાસે સ્ટેશન માસ્ટરનો ચાર્જ હતો. ગતરાત્રીના તેઓ ઓફ્સિને તાળું મારીને ચાવી આપી ગયા હતા.

દરમિયાન પાછળથી રાત્રીના કોઈ અજાણ્યાએ એસએસ ઓફીસમાં ઘૂસીને ચોરીનો પ્રયાસ કર્યો હોવાનું સવારે માલુમ પડ્યું હતું. અંદર જોતા ઓફ્સિમાં લોખંડના સળિયા વાળીને તસ્કરો અંદર પ્રવેશ કર્યો હશે. કોમ્પ્યુટર રૂમ ખોલીને અંદર ફંફોળા કર્યા હતા, તેમજ બુકિંગ ઓફ્સિનું તાળું એમનું એમ જ હતું પરંતુ તેનો કાચ ફોડીને અંદર પ્રવેશ્યા બાદ તોડફોડ કરી હતી તેમજ તિજોરી તોડવાનો પ્રયાસ કર્યો હતો. આ તિજોરી ખોલતા તેમાં બુકિંગ કેશ 21,445 રૂપિયા જેમ ના તેમ જ હતા. આમ, તસ્કરો ચોરીના ઇરાદે સ્ટેશનમાં ઘુસેલ પરંતુ કંઈ હાથ ન લાગતા તોડફોડ કરી નાસી ગયા અંગે ફરિયાદ નોધાવવા રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...