તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:જૂનાગઢ, વંથલી, ભેંસાણ, વિસાવદરમાં આપના કાર્યકરોના સૂત્રોચ્ચાર, આવેદન

જૂનાગઢ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સુરતમાં આપના નગરસેવક સાથે ગેરવર્તણુંકના ઘેરા પડઘા પડ્યા

સુરતમાં ભાજપના ઇશારે આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર સાથે થયેલા ગેરવર્તુણુંકના સમગ્ર ગુજરાતમાં ઘેરા પડઘા પડ્યા છે. આ મામલે ભારે સૂત્રોચ્ચાર સાથે ઠેર ઠેર આવેદન અપાયા છે. આપના કાર્યકરોએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકામાં કરોડો રૂપિયાના જમીન કૌભાંડો થયા છે. જ્યારે આ મુદ્દે તેમજ પાણીના બિલ મુદ્દે આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટરોએ વિરોધ વ્યકત કર્યો હતો. ત્યારે ભાજપના ઇશારે પોલીસ દ્વારા મહિલા કોર્પોરેટર સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું. ત્યારે આ મામલે વંથલીમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભારે સૂત્રોચ્ચાર બોલાવી ભાજપની તાનાશાહીનો વિરોધ વ્યકત કર્યો હતો.

જ્યારે જૂનાગઢમાં ઝાંસીની રાણીની પ્રતિમા પાસે એકઠા થયેલા આપના કાર્યકરોએ ભારે સૂત્રોચ્ચાર કરી લોકશાહી બચાવ અભિયાન શરૂ કર્યું હતું. જ્યારે વિસાવદરમાં આપના કાર્યકરોએ સરદાર ચોકમાં એકઠા થઇ વિરોધ વ્યકત કરી મામલતદારને આવેદન આપી જવાબદાર પોલીસ કર્મચારીને ડિસમિસ કરવા માંગ કરી હતી. જો યોગ્ય પગલાં નહિ લેવાય તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે. જ્યારે ભેંસાણમાં આમ આદમીના કાર્યકરોએ મામલતદારને આવેદન આપી આ મામલે જવાબદારો સામે પગલાં લેવાની માંગ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો