વરસાદે હેરાનગતિ:ભારે વરસાદ બાદ જૂનાગઢની સ્થિતી : તંત્રની લોટ,પાણીને લાકડા જેવી કામગીરી

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક

લોકોની જીંદગી સાથે ખિલવાડ
શહેરમાં ભારે વરસાદના પગલે ગટર માટે ખોદેલી જગ્યા બેસી જતા વાહનો ખુંપી જવાનો સિલસિલો યથાવત રહ્યો છે. બિલખા રોડ પર ખાનગી બસ ખુંપી ગયા બાદ ગિરનાર સોસાયટીથી કોન્વેન્ટ સ્કૂલ તરફ જતા રસ્તા પરના ખાડામાં ટ્રેકટરની ટોલી ખુંપી ગઇ હતી. આવા ખાડા વાળા રસ્તા પરથી પસાર થઇ તમે ઘરે પહોંચો તો નસીબ. બાકી આવા ખાડાના કારણે અકસ્માતનો ભય હોય લોકોની જીંદગી સાથે ખિલવાડ થઇ રહ્યો હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.

રોડની જેમ ખાડા બૂરવામાં પણ લોટ,પાણીને લાકડા!

શહેરમાં 22 કરોડના ખર્ચે બનેલા રોડનું 2 દિવસના વરસાદમાં જ ભારે ધોવાણ થઇ ગયું છે પરિણામે લોટ, પાણીને લાકડા જેવી કામગીરી કરાઇ હોવાની લોકોમાં ચર્ચા થઇ રહી છે. દરમિયાન હવે ખાડા બૂરવાની કામગીરી શરૂ કરાઇ છે. જોકે, તેમાં પણ ખાડામાં ભરાયેલ પાણી કાઢવાની પણ તસ્દી લેવાતી નથી કે નથી માથે રોલર ફેરવાતું ! આમ, રોડની જેમ ખાડા બૂરવાની કામગીરી પણ લોટ, પાણીને લાકડા જેવી થઇ રહી છે.

ગટરના પાણીના નિકાલ માટે મેઇન હોલ ખોલાયા

​​​​​​​ 2 દિવસના વરસાદે જ મનપાની કામગીરીની પોલ ખોલી નાંખી છે. ગરનાળા અને ગટરમાં યોગ્ય સફાઇ થઇ ન હોય વરસાદી પાણીનો ભરાવો થયો હતો. પરિણામે અનેક રાહદારીઓ, વાહન ચાલકોને ઘરે પહોંચવા ફરી ફરીને જવું પડ્યું હોય ભર વરસાદે હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો.

જોકે, બાદમાં મનપાએ તાબડતોબ કર્મીઓને મોકલી ગટર, ગરનાળાના મેઇન હોલ ખોલાવી પાણીના નિકાલ માટે કવાયત હાથ ધરી હતી. બાદમાં અવર જવર શક્ય બની હતી. જોકે, જોષીપરા રેલવે અન્ડરબ્રિઝ તો હજી સ્વિમીંગ પુલની સ્થિતીમાં જ છે.

અન્ય સમાચારો પણ છે...