પીંકકાર્ડ યોજના:નામ બડે ઓર દર્શન ખોટે જેવી સ્થિતી

જૂનાગઢ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિકરી હોય તેને સરકારી કચેરીમાં કામમાં અગ્રતા માટેની યોજના

જે દંપતિને સંતાનમાં માત્ર એક કે બે દિકરીઓ જ હોય તેવા લોકોને સરકારી કામમાં લાઇનમાં ઉભવું ન પડે અને અગ્રતા ક્રમ મુજબ કામગીરી થાય તે માટે જૂનાગઢ જિલ્લામાં પીંકકાર્ડ યોજના લાગુ કરાઇ હતી. જોકે, આ યોજનાનો લાભાર્થીઓને પુરતો લાભ ન મળતો હોવાની રજૂઆત કરાઇ છે. આ અંગે ખેડૂત એક્તા મંચના પ્રમુખ મહમદભાઇ સીડાએ રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને રજૂઆત કરી છે.

રજૂઆતમાં જણાવ્યું છેકે, જૂનાગઢ જિલ્લામાં પીંકકાર્ડ યોજનાની શરુઆત કરાઇ હતી. જેને પગલે અનેક પરિવારોએ અરજી કરેલ છે. પરંતુ આ યોજના શરૂ થયાના ઘણો સમય વિતવા છતાં અધિકારીઓ દ્વારા પીંકકાર્ડ આપવામાં રસ દાખવવામાં આવતો નથી. પરીણામે જિલ્લા કલેક્ટરે શરૂ કરેલી પીંકકાર્ડ યોજના માત્ર કાગળ ઉપર જ બની ગઇ છે. ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા આ મામલે તપાસ કરવામાં આવે અને વધુમાં વધુ દંપતિઓ આ યોજનાથી લાભાન્વિત બને તે માટે પ્રયાસ હાથ ધરે તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...