ધમકી:‘તને અને તારા દીકરાને જીવતા મારી નાંખીશું’ કહી છૂટાછેડાના કાગળો પર સહી કરાવી લીધી

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બે વર્ષ પહેલા જૂનાગઢની એક મહિલાનાં લગ્ન અમદાવાદ થયા’તા

જૂનાગઢમાં રહેતી એક મહિલા પાસે અમદાવાદ રહેતા પતિ અને તેની પ્રેમીકાએ સાથે મળી તને અને તારા દિકરાને જાનથી મારી નાંખવાની ધમકી આપી છુટાછેડાના કાગળો પર સહી કરાવી લીધી હતી. આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ જૂનાગઢનાં ગ્રાંધીગ્રામ, શ્રદ્ધા એપાર્ટમેન્ટમાં રહેતા જાગુબેનનાં લગ્ન આશરે બે વર્ષ પહેલા અમદાવાદ ખાતે થયા હતા. પરંતુ લગ્નનાં પંદર દિવસ બાદ તેના પતિ શૈલેષભાઈ જીણાભાઈ બલદાણીયા જાગુબેનને અવાર નવાર મેણાટોણા બોલી, ગાળો ભાંડી, અવારનવાર મારકુટ કરતા હતા.

તેમજ શૈલેષ બલદામીયાને અમદાવાદમાં રહેતી ઉજમાબેન શેખ સાથે પ્રેમસંબંધ હોવાના કારણે જાગુબેનને તેનો પતિ શૈલેષ અવારનવાર શારિરીક માનસિક ત્રાસ આપતો હતો. અને શૈલેષ અને ઉજમાબેન બંનેએ સાથે મળીને જાગુબેનને તથા તેના દિકરાને જીવતા મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આટલાથી ન અટકતા ઉજમાબેનનાં કહેવાથી મારા પતિ શૈલેષ બલદાણીયાએ મારી પાસે છુટાછેડાનાં કાગળો પર સહી પણ કરાવી લીધી છે.

અન્ય સમાચારો પણ છે...