તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટૌકતેનો ખતરો:દક્ષિણ સૌરાષ્ટ્રના તમામ બંદર પર 1 નંબરના સિગ્નલ લગાવવામાં આવ્યો, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

જૂનાગઢ, વેરાવળ, પોરબંદર, અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
હવાઇ પેટ્રોલિંગ - Divya Bhaskar
હવાઇ પેટ્રોલિંગ
  • પોરબંદર, માધવપુર, જાફરાબાદ, વેરાવળમાં એલર્ટ
  • ધામળેજ, માઢવાડ, નવાબંદર, સીમર, જાફરાબાદ, માંગરોળ બંદરમાં એલર્ટ

પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટર દ્વારા સમુદ્ર પર પેટ્રોલીંગ કરી માછીમારોને તોફાન અંગે માહિતગાર તેમજ કિનારે પરત ફરવા સૂચિત કરાયા છે. કોસ્ટગાર્ડ ના સમુદ્રી જહાજ માછીમારોને પરત લાવવા મથામણ કરી રહ્યા છે.

આ તોફાનના પગલે સૂચિત કરાયેલી સંભાવનાઓ

  • ​​​​​18 મે ની સવાર સુધીમાં ગુજરાત કોસ્ટ સુધી પહોંચે તેવી સંભાવના
  • 16, 17 અને 18 મે ના રોજ સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના દરિયાકિનારા વિસ્તારોમાં મધ્યમ થી અતિ ભારે વરસાદ પાડવાની શક્યતા
  • 17 મે ની સવારે ગુજરાતના દીવ અને દમણ વિસ્તારમાં 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા
  • 18 મે સુધીમાં 115 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા
  • સૌરાષ્ટ્ર કચ્છમાં 18 મી મે ના ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતાને લીધે જાનમાલને નુકસાની થવાની સંભાવના
  • મોટાભાગના ફિશરીઝ હાર્બર પર જેતે બોટ એસો.ની ઓફિસમાં રેસ્ક્યુની તૈયારી શરૂ કરી દેવાતી હોય છે. જેમાં દોરડા, ટોર્ચ, લાઇફ જેકેટ, બોટ સહિતની તૈયારી થતી હોય છે.

નિચાણમાં રહેતા લોકોને શેલ્ટર હોમમાં ખસી જવા સૂચિત કરાયા
દરિયા કિનારાના વિસ્તારોમાં પૂર્વ તૈયારી કરી સાવચેતીના પગલાં લેવા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા, ગુજરાત મેરીટાઇમ બોર્ડના અધિકારીઓ, ફિશરીઝ અધિકારીએ મિટિંગ યોજી આગોતરૂ આયોજન કરાયું છે. વાવાઝોડાની ગંભીરતાને જોતા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને અને જર્જરિત મકાનમાં રહેતા લોકોને શેલ્ટર હોમમાં ખસી જવા સૂચિત કરાયા છે.

જાફરાબાદમાં બોટના વાયરલેસ કામ નથી કરતા
જાફરાબાદ બોટ એસો.ના પ્રમુખે જણાવ્યું હતું કે, બોટોના વાયરલેસ આ વિકટ ઘડીએ કામ નથી કરતા. આ રજૂઆત જોકે, લાંબા સમયની છે. પણ તંત્રએ તેના પ્રત્યે ધ્યાન નથી આપ્યું. જો આ સંજોગોમાં બોટના ટંડેલ પાસે સેટેલાઇટ ફોન હોય તો તેનો આસાનીથી ગમે એ લોકેશન પર હોય તો સંપર્ક કરી શકાય.

અનુભવી ટંડેલ હવા ફરે એટલે પાછા ફરી જાય
બોટમાં વર્ષોના અનુભવી ટંડેલ હવાની ગતિ અને દિશા ફરે એટલે તુરંતુ દરિયાદેવનો મૂડ હવે કેવો રહેશે. વાવાઝોડું આવશે કે નહીં તેનો અંદાજ કાઢી લે છે. અને એ મુજબ તે સુકાન ફેરવી બોટને પરત લાવવાની અથવા નજીકના બંદરે લાંગરવાની પેરવીમાં પડી જતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...