ઘાર્મિક:શુભેશ્વર મહાદેવ મંદિરનો ત્રિ- દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

જુનાગઢ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શનિવારે ભવ્ય લોકડાયરો,રવિવારે દાંડીયા રાસ, સોમવારે મહાપ્રસાદ

જૂનાગઢની જીએમઇઆરએસ મેડીકલ કોલેજ(સિવીલ હોસ્પિટલ) ખાતે શ્રી શુભેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોદ્વાર અને ત્રિ દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ આચાર્ય ગોપાલકૃષ્ણ જોષી દ્વારા મંત્રોચ્ચાર સાથે કરાશે.

શનિવાર 4 જૂને દેહશુદ્ધિ,હેમાદ્રી પ્રતિમા મંડળ પ્રવેશ, પૂજન, જલાધિવાસના કાર્યક્રમો યોજાશે. જ્યારે રાત્રિના 9 વાગ્યે દિવ્યેશ જેઠવા, હેતલબેન વાઢીયા અને વિજય વાઢીયા લોક ડાયરો રજૂ કરશે. રવિવારે રાત્રિના 8 વાગ્યે દાંડિયા રાસ અને કિષ્ના મ્યુઝિકલ ગૃપ દ્વારા વિજય સોલંકી પ્રસ્તુત ગરબા શો યોજાશે જેમાં મેહુલ જેઠવા, દિપક વાઢેર, મુકેશ નૈયા રાસ ગરબાની રમઝટ રજૂ કરશે. સોમવારે બપોરે પ્રાણ પ્રતિષ્ઠા તેમજ પૂર્ણાહૂતિ હોમ સાથે મહાપ્રસાદ વિતરણ કરાશે.

આ તકે મુકતાનંદ બાપુ, શેરનાથ બાપુ, ગૌસ્વામી પિયુષ બાવા, શાસ્ત્રી સ્વામી પ્રેમસ્વરૂપદાસજી સ્વામી, ધર્મવિનય સ્વામી, મહાદેવગિરી બાપુ, બુદ્ધગિરીજી, પવનગિરી મહારાજ, કૈલાશગરી બાપુ, જગજીદનદાસ બાપુ વગેરે સંતો ઉપસ્થિત રહી આશિર્વચન પાઠવશે. મંદિર જીર્ણોદ્ધારના દાતા શુભ વાઢીયા, સુરેશભાઇ વાઢીયા, તેજલબેન વાઢીયા, નાનજીભાઇ વાઢીયા છે.

અન્ય સમાચારો પણ છે...