આયોજન:ટીંબાવાડી સ્વામિનારાયણ મહિલા મંદિરે આજથી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ

જૂનાગઢ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શ્રી ઘનશ્યામ મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આયોજન

શહેરના ટીંબાવાડી સ્થિત સ્વામિનારાયણ મહિલા મંદિર ખાતે શ્રી ઘનશ્યામ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણી અંતર્ગત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ સપ્તાહ ટીંબાવાડી બાયપાસ સ્થિત મૌલિક સ્કૂલની બાજુમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મહિલા મંદિર ખાતે યોજાશે. કથાનો પ્રારંભ 13 જાન્યુઆરી શુક્રવારથી થશે અને 19 જાન્યુઆરી- ગુરૂવારે પૂર્ણાહૂતિ થશે.

કથામાં વ્યાસપીઠ પર શાસ્ત્રીસ્વામિ નારાયણચરણદાસજી બિરાજી સવારના 9થી બપોરના 12 અને બપોરના 3થી સાંજના 6 કથાનું રસપાન કરાવશે.13 જાન્યુઆરીએ સવારે 9 વાગ્યે પોથીયાત્રા, 10:30 વાગ્યે દિપપ્રાગટ્ય, 14 જાન્યુઆરીએ સાંજે 5:30 વાગ્યે નંદ મહોત્સવ, સાંજના 6 વાગ્યે દેહશુદ્ધિ, 15 જાન્યુઆરી સવારના 8થી હરિયાગનો પ્રારંભ, સવારે 11 વાગ્યે યમુના જલાભિષેક,16 જાન્યુઆરીએ ફળફ્રૂટ ઉત્સવ, સાંજના 4 વાગ્યે શ્રી ઠાકોરજીની નગરચર્યા અને મહારાજનુું સામૈયું, 17 જાન્યુઆરીએ સવારે 8 વાગ્યે આચાર્ય મહારાજના હસ્તે ઘનશ્યામ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા કરાશે.

11 વાગ્યે અન્નકૂટ દર્શન,ગોવર્ધન પૂજા તેમજ લક્ષ્મીસ્વરૂપા ગાદીવાળાનું આગમન, બપોરના 12:30 વાગ્યે યજ્ઞની પૂર્ણાહૂતિ તેમજ 18 જાન્યુઆરીએ સવારે 9 વાગ્યે ડ્રાયફ્રુટ,ચોકલેટનો અન્નકૂટ, બપોરના 1થી 3 મહિલા મંચ તેમજ સાંજે 5:30 વાગ્યે રૂક્ષ્મણી વિવાહ કરાશે. 19 જાન્યુઆરીએ બપોરના 12:30 વાગ્યે કથાની પૂર્ણાહૂતિ, ભવ્ય શાકોત્સવ યોજાશે. બહારગામથી આવનાર ભાવિકો માટે ઉતારા-જમવાની વ્યવસ્થા હોવાનું સાંખ્યયોગિની જયશ્રીબેન,કૈલાસબેન, દક્ષાબેન,અપેક્ષાબેન અને પાર્ષદ માનસીબેને જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...