સદ્કાર્ય:જૂનાગઢના શ્રેષ્ઠીએ અમરેલીમાં જલારામ મંદિર બનાવડાવ્યું

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમરેલીના પટેલ વિદ્યાર્થી આશ્રમના નવા બિલ્ડીંગમાં આડતિયા પરિવારે દાન આપ્યું

જૂનાગઢના શ્રેષ્ઠી શરદભાઇ આડતિયાએ અમરેલીના લાઠી રોડ પર આવેલી લોહાણા મહાજન વાડી ખાતે બનેલા જલારામ મંદિરનો તમામ ખર્ચ ઉઠાવ્યો છે. તેમના પિતા શાંતિલાલ હરિલાલ આડતિયા અને માતા રાધાબેન આડતિયાની સ્મૃતિમાં જલારામ મંદિરના નિર્માણ બદલ તેમના પરિવારનો ઋણ સ્વીકાર કરાયો હતો. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ, તેમજ અમરેલી જિલ્લાભરના લોહાણા મહાજનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત શરદભાઇ આડતિયા પરિવારે કુ. સુમનતાઇ સદાશીવરાજ વૈદભવનના નિર્માણ માટે રૂ. 11,11,111 નું દાન પણ આપ્યું હતું. તો અમરેલીના પટેલ વિદ્યાર્થી આશ્રમમાં નવા બિલ્ડીંગમાં પણ આડતિયા પરિવારે મોટી રકમનું દાન આપ્યું હોઇ બિલ્ડીંગને રાધાબેન શાંતિલાલ આડતિયા નામ અપાયું છે.

અન્ય સમાચારો પણ છે...