તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તહેવારોની ઉજવણી:શિતળા સાતમ ઉજવાઇ, આજે જન્માષ્ટમીની કરાશે ઉજવણી

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાતમ આઠમના તહેવારોની ઉજવણીમાં લોકો મગ્ન બન્યા
  • સતત બીજા વર્ષે મેળા વગર તહેવાર ઉજવવા લોકો મજબૂર

જૂનાગઢ શહેરમાં સાતમ આઠમના તહેવારની ઉજવણીમાં લોકો મગ્ન બન્યા છે. દરમિયાન રવિવારે શિતળા સાતમ પર્વની ઉજવણી કરાઇ હતી. મોટી સંખ્યામાં બહેનોએ શિતળા માતાના મંદિરે જઇ શિતળા માતાનું પૂજન, અર્ચન, આરતી કરી હતી. તેમજ પરિવારજનોના આરોગ્યની કામના કરી હતી. સાથોસાથ કોરોના મહામારીની સંભવિત ત્રીજી લહેર ન આવે અને લોકોને આ મહામારીમાંથી મુક્તિ મળે તેવી પણ પ્રાર્થના કરાઇ હતી.

દરમિયાન સોમવારે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરાશે. જોકે, કોરોનાના કારણે સતત બીજા વર્ષે સાતમ આઠમના તહેવારમાં મેળાના આયોજન પર સરકારે પ્રતિબંધ મૂક્યો હોય લોકો મેળા વગર તહેવારો ઉજવવા મજબૂર બન્યા છે.

નાથજીના દલીચા પાસે કૃષ્ણ જન્મોત્સવનો ફ્લોટ બનાવાયો
શહેરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને મનાવવા લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. દરમિયાન ગોધાવાવની પાટી, વેરાઇ માતાજીના મંદિર પાસે આવેલ નાથજીના દલીચા પાસે બાળકો દ્વારા કૃષ્ણ જન્મોત્સવનો ફ્લોટ્સ બનાવ્યો છે. જેના દર્શન કરી અનેક ભાવિકોએ ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...