વિરોધ:શિક્ષા અભિયાનના કર્મીઓએ પગાર સહિતના પ્રશ્ને કાળી પટ્ટી ધારણ કરી

ગડુ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 15 વર્ષથી ફરજ બજાવી રહ્યાં છે, રજૂઆતો છતાં ઉકેલ નહીં

સમગ્ર શિક્ષા અભિયાનનાં કર્મચારીઓ 10 થી 15 વર્ષથી ફરજ બજાવી રહ્યા છે. અને પગારના પ્રશ્નને લઈ અનેક વખત લેખીત અને મૌખીક રજૂઆતો કરવામાં આવી છે. છતા મોંધવારી વચ્ચે માત્ર 7 ટકા જેવો નજીવો વધારો અને અમુક શાખાઓના પગારની વિસંગતતા તેમજ સમાનકામ સમાનવેતન જેવી બાબતો સામે ઉદાસીનતા દાખવી જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના સમગ્ર શિક્ષાનાં કર્મચારીઓ જેવા કે બ્લોક એમઆઈએસ, ઓફીસ આસિસ્ટન્ટ, બીઆરપી, સ્પેશિયલ એજ્યુકેટર, સીઆરસી, પટ્ટાવાળા, બ્લોક એકાઉન્ટ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...