તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આસ્થા:કોરોનામાંથી માનજાતને ઉગારવા ઉનામાં સિંધી સમાજ દ્વારા શહેરાવાલે સાંઈએ પલ્લવ-પૂજન કરાવ્યું

ઉનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ શહેરોમાં બાદ શહેરાવાલા સાંઈની સવારી ઉનામાં આવી પહોંચી

દેશ સહિત સમગ્ર વિશ્વમાં સિંધી સમાજના ઈષ્ટદેવ ઝુલેલાલ સાહેબના ચાલીયા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ઉનામાં પણ સોમનાથ બાગના પ્રાંગણમાં બિરાજીત ઝુલેલાલ મંદિરમાં સતત ચાલીસ દિવસ સુધી પ્રતિદિન ભાવસભર ઉજવણી થઈ રહી છે.

આ અંતર્ગત પંચમહાલ જિલ્લામાંથી સિંધી સમાજના પૂજનીય શહેરાવાલા સાંઈની સવારી વિવિધ શહેરો બાદ ઉનામાં આવી પહોંચી હતી. જ્યાં પ્રમુખ ઈશ્વરલાલ જેઠવાણી, ઉપપ્રમુખ વિજયભાઈ કમવાણી તથા જેરામદાસ લાલવાણી, મહામંત્રી કમલેશભાઈ જુમાણી, સંગઠન મંત્રી સુરેશભાઈ ગોપલાણી, બ્રહ્મખત્રી સિંધી પંચાયતના પ્રમુખ ધીરજલાલ દગીયા, ઉત્તર સિંધી પંચાયતના પ્રમુખ નાનકરામ આહૂજા, ભાનુશાળી સિંધી પંચાયતના પ્રમુખ જયપ્રકાશભાઈ લાલવાણી, સૌરાષ્ટ્ર નવયુવક મંડળના ઉપપ્રમુખ અનિલભાઈ મંગલાણી, યુવા અગ્રણી કપિલભાઈ મેઠવાણી, વરિષ્ઠ આગેવાન મોહનદાસ ટીલવાણી, પપુભાઈ સોમજાણી, વિજયભાઈ જુમાણી સહિતે સ્વાગત કર્યુ હતું.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, કોરોનાની થર્ડ વેવની ભીતિ વચ્ચે સિંધી સમાજની વિનંતીને ધ્યાને લઈ શહેરાવાલા સાંઈએ કોરોનાની મહામારીમાંથી માનવજાત મુક્ત થાય તેવા ઉમદા આશયથી પોતાના મુખારવિંદમાંથી સામૂહિક સ્વરૂપે વિશેષ પલ્લવ-પૂજન કર્યુ હતું. આ અગાઉ જ્યારે 'વાયુ' વાવાઝોડું ત્રાટકવાનું હતું, ત્યારે પણ ઉનામાં સિંધી સમાજે વિશેષ અરદાસ કરતા સાયક્લોન શમી ગયું હતું. આથી માનવજાતનો બહુ મોટા નુકશાનથી બચાવ થયો હતો.

આ પ્રસંગે શહેરાવાલે સાંઈએ ભગવાન ઝુલેલાલના સ્મૃતિ સ્વરૂપે યોજાતા ભેરાણા સાહેબ તેમજ ચાલીયાનું વિગતે મહિમાગાન કર્યુ હતું. આ કાર્યક્રમમાં સિંધી સમાજ જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...