તંત્ર નિદ્રાંધિન:શરમ કરો...! 23 વર્ષથી વિજય સ્તંભના નામે ખાતમુહૂર્તની તકતીનું પૂજન

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવમી નવેમ્બર જૂનાગઢનો આઝાદી દિન છે. આરઝી હકુમતે જૂનાગઢને આઝાદી અપાવી હોય આ દિવસે વિજય સ્તંભનું પૂજન કરવામાં આવે છે. પરંતુ શહેરમાં વિજય સ્તંભ છે ખરો ? આવો પ્રશ્ન લોકોમાં ઉઠી રહ્યો છે. વાસ્તવિકતા એ છે કે, જે તે સમયે જૂનાગઢને આઝાદી અપાવનારા આરઝી હકુમતના લડવૈયાની યાદગીરીરૂપે વિજય સ્તંભ બનાવવાનું નક્કી થયું હતું. બાદમાં વિજય સ્તંભ તો ન બન્યો તે બનાવવા માટે ખાતમુહૂર્તની તકતી 1997માં બનાવાઇ હતી. બસ, ત્યારથી લઇને આજ દિન સુધી વિજય સ્તંભ બનાવાયો નથી. તેમ છત્તાં શરમને કોરાણે મૂકી દર વર્ષે વિજય સ્તંભના નામે ખાતમુહૂર્તની તકતીનું પૂજન કરવામાં આવે છે.

વિદ્યાર્થીઓએ દિવડા પ્રગટાવ્યા
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જૂનાગઢ મુક્તિ દિન નિમિતે સરદાર વલ્લભાઇ પટેલની પ્રતિમા આગળ દિવડા પ્રગટાવ્યા હતા તેમજ ચિત્ર પ્રદર્શન યોજયુ હતું અને જૂનાગઢનાં મુક્તિ દિનની ઉજવણી કરી હતી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉજવણીમાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...