તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જલવાટિકાનું ઉદ્ધાટન:શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ નિર્મિત જલવાટિકાનું ઉદ્ધાટન કરાયું

જૂનાગઢ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1,65,000ના ખર્ચે અત્યાધુનિક પ્લાન નંખાયો
  • પ્રવાસીઓને દરરોજ 1000 લીટર ઠંડુ, શુદ્ધ પાણી ફ્રિમાં મળશે

ભવનાથ સ્થિત વિશ્વેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિર્મિત જલવાટિકાનું ઉદ્ધાટન કરાયું છે. આ અંગે શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ આશિષભાઇ રાવલે જણાવ્યું હતું કે, 1,65,000ના ખર્ચે અત્યાધુનિક પ્લાન કાર્યરત કરાયો છે.

અહિં પ્રવાસીઓને દરરોજ 1000 લીટરથી વધુ શુદ્ધ અને ઠંડું પીવાનું પાણી ફ્રિમાં મળશે. જલ વાટિકાના ઉદ્ધાટન પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઇ શર્મા, ડે. મેયર હિમાંશુભાઇ પંડ્યા, સંજયભાઇ મણવર, ભરતભાઇ શિંગાળા, ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, ડીવાયએસપી ડામોર, ભવનાથ પીએસઆઇ એન. કે. વાજા, મનસુખભાઇ વાજા, જેઠાભાઇ પાનેરા, નાનજીભાઇ વેકરીયા, મનન અભાણી, ઇરફાન સિદીકી વગેરેની ઉપસ્થિતી રહી હતી. જ્યારે બ્રહ્મ સમાજના પ્રફુલભાઇ જોશી, પ્રવિણભાઇ જોશી, હસુભાઇ જોશી, માર્કન્ડ જોશી, રૂપલબેન લખલાણી, ગીતાબેન મહેતા, ભરતભાઇ લખલાણી, જીતુભાઇ પંડયા, સંજયભાઇ પંડયા વગેરેની પણ ઉપસ્થિતી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...