શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ રાજકોટ સંસ્થાન અમૃત મહોત્સવના ઉપક્રમે જૂનાગઢ કોલેજ રોડ ગુરૂકુલ દ્વારા તોરણીયા(બિલખા) ખાતે હંસરાજભાઇ સતાસિયાના યજમાન પદે શાકોત્સવનું આયોજન કરાયું હતું. આ શાકોત્સવમાં 160 કિલો ચણાનો લોટ, 160 કિલો ખાંડ, 30 કિલો શુદ્ધ ઘી,105 કિલો તેલ, 20 કિલો ગોળ,200 કિલો બાજરાનો લોટ, 80 કિલો ઘઉંનો લોટ, 170 કિલો રીંગણા, 155 કિલો બટેટા, 30 કિલો મરચા, 30 કિલો કોબી, 30 કિલો ગાજર, 15 કિલો સીંગદાણા, 5 કિલો વરિયાળી, 12 કિલો તલ, 500 ગ્રામ ગરમ મસાલો, 4 કિલો કાશ્મીરી મરચું, 170 કિલો દહિં સહિત કુલ 1,375 કિલોથી વધુ સામગ્રી ઉપરાંત 200 ધાણાની પણી, તજ, લવીંગ, બાદીયાન,તમાલપત્ર વગેરેનો વપરાશ થયો હતો. શાકોત્સવનો છોડવડી, ચણાકા, ખડીયા, વિજાપુર સહિતના ગામોના 2,500થી વધુ હરિભક્તોએ લાભ લીધો હતો. આ તકે જ્ઞાનસ્વરૂપદાસજી સ્વામી, હરિનારાયણદાસજી સ્વામી, પ્રિતમસ્વરૂપદાસજી સ્વામી, સિદ્ધવલ્લભદાસજી સ્વામી વગેરે સંતોએ ઉપસ્થિત રહી હરિભક્તોને આશિર્વાદ પાઠવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.