નવી પદ્ધતિ રદ કરવા માંગણી:ભેંસાણ તાલુકાની સહકારી મંડળીઓમાં શેડો એકાઉન્ટ પદ્ધતિ લાગુ કરાતા ભારે હાલાકી

જુનાગઢ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતો અને સભાસદોને મુશ્કેલી પડતી હોવાથી સહકારી મંડળીના પ્રમુખે સહકારી બેંકના ચેરમેનને રજૂઆત કરી
  • પદ્ધતિનો અગાઉ પણ અનેક તાલુકાઓમાં વિરોધ થયો હતો

જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાની સહકારી મંડળીઓ સહિત વિવિધ સહકારી સંસ્થાઓમાં શેડો એકાઉન્ટ પદ્ધતિ લાગુ કરવામાં આવી છે. જેથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ત્યારેઆ શેડો એકાઉન્ટ પદ્ધતિ તાત્કાલીક અસરથી બંધ કરવા ઉગ્ર માંગ ઉઠી છે. આ પદ્ધતિનો અગાઉ પણ અનેક તાલુકાઓમાં વિરોધ થયો હતો. ત્યારે તાલુકાની મોરવાડા કૃષી સેવા સહકારી મંડળીના પ્રમુખે જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેનને રજૂઆત કરી છે.

સહકારી મંડળીઓ માટે નવી શેડો એકાઉન્ટ પદ્ધતિ આવી હોય જેનો થોડા સમય પૂર્વે તાલાલા ગીર પંથકમાંથી વિરોધ થયો હતો અને નવી પદ્ધતિ રદ કરવા માંગણી કરવામાં આવી હતી. હવે આ અંગે ભેંસાણ તાલુકામાંથી પણ વિરોધ સામે આવ્યો છે. ત્યારે તાલુકાની મોરવાડા કૃષી સેવા સહકારી મંડળીના પ્રમુખે જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેનને રજૂઆત કરી છે.

પ્રમુખે કરેલી રજૂઆતમાં જણાવ્યું કે, શેડો એકાઉન્ટ પદ્ધતિ ખેડૂતો અને સભાસદો માટે ખૂબ જ મુશ્કેલી ઊભી કરી રહી છે. સહકારી સંસ્થાઓને પોતાનો સુસજ્જ હેતુ પાર કરવા માટે આ પદ્ધતિ મુશ્કેલી વધારશે અને સભાસદો સમયમર્યાદામાં વસુલાત કરી શકશે નહીં. બેન્ક તેમજ સભ્યો મુદ્દત વીતેલી થશે તો આ પદ્ધતિથી સંસ્થા પોતાના ઉદ્દેશ પાર પાડી શકશે નહીં. તે માટે તાત્કાલીક અસરથી આ નવી શેડોની અટપટી પદ્ધતિ બંધ કરવા તાલુકાભરમાંથી માંગ ઉઠી છે. આ રજૂઆતને પંથકની સહકારી સંસ્થાઓએ ટેકો જાહેર કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...