તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:તાલુકા શાળા પાસે 6 દિથી ગટર સફાઇનું કામ અધુરૂં

જૂનાગઢ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માથે ચોમાસું છે ને શહેરની આ હાલત!!
  • લોકોને અકસ્માતનો સતાવતો ભય

જૂનાગઢના વોર્ડ નંબર 10માં ગટર સફાઇનું કામ અધુરૂં મૂકી દેવાતા સ્થાનિક લોકોની હાલાકી વધી ગઇ છે. ત્યારે મનપા આ કામગીરી સત્વરે પૂર્ણ કરાવે તેવી લોકોએ માંગ કરી છે.

શહેરના વોર્ડ નંબર 10માં આવેલ નવા નાગર વાડા શેરી નંબર 3માં તાલુકા શાળા પાસે જ ગટર સફાઇ માટે ખોદકામ કરવામાં આવ્યું છે. એક તો માથે ચોમાસું છે ત્યારે આ કામગીરી કરાઇ છે તેમાં પણ છેલ્લા 6 દિવસથી અધુરી મૂકી દેવાઇ છે. પરિણામે ખાસ કરીને રાત્રીના સમયે લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ત્યાર મનપા આ કામગીરી સત્વરે પૂર્ણ કરાવે તેવી સ્થાનિક લોકોએ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...