તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:જૂનાગઢના 491 ગામોમાં કોવિડ કેર સેન્ટર બનાવી સાત હજાર બેડની વ્યવસ્થા કરાશે

જૂનાગઢ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સિવિલ હોસ્પિટલમાં નવા 73 તબીબોના ઓર્ડર કરવામા આવ્યા
 • સિવિલમાં 200 દર્દીઓનું વેઈટીંગ ઘટી 90 થયાનો દાવો

જૂનાગઢ જિલ્લામાં કોરોના સંક્રમણ રોકવા માટે જિલ્લાના પ્રભારી મંત્રીની હાજરીમાં અધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લાના 491 ગામમાં સમાજવાડી તથા પ્રાથમિક શાળાઓમાં 7,090 બેડની વ્યવસ્થા સાથે આઇસોલેશન સેન્ટર તૈયાર થશે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં નવા 73 તબીબોના ઓર્ડર થયા છે. તેમજ હોસ્પિટલમાં દર્દીઓનું વેઇટીંગ અગાઉ 200 હતુ તે ઘટી 90 થી ઓછુ થવાની વિગત આપવામાં આવી હતી.

જૂનાગગઢ જિલ્લામાં કોરોના સંક્રમણ અટકાવવાના આયોજન માટે આજે કલેકટર કચેરી ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી જયેશ રાદડીયા, પ્રવાસન મંત્રી જવાહર ચાવડા તેમજ જિલ્લાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને સ્થાનીક સ્તરે સુવિધા મળે તે માટે જિલ્લાના 491 ગામમાં સમાજવાડી અને પ્રાથમિક શાળાઓમાં 7,090 બેડની વ્યવસ્થા સાથે આઇસોલેશન સેન્ટર બનશે. હાલ આ અંગે કામગીરી ચાલી રહી છે. કલેકટરે જણાવ્યુ હતું કે , સિવિલ હોસ્પિટલમાં વેઇટીંગમાં 20 ઓક્સિજન બેડ સાથે 40 બેડની વ્યવસ્થા છે તે 100 બેડની વ્યવસ્થા થાય તેવા પ્રયાસો ચાલી રહ્યાં છે.

જ્યારે સિવિલ સર્જન જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં નવા 73 ડોકટર્સના ઓરેડર થવાનું જણાવી અગાઉ જે વેટિીંગમાં 200 દર્દીઓ રહેતા હતા તે હવે ઘટી 90 થી ઓછા થયા છે. પ્રભારી મંત્રીએ દવા, ટેસ્ટીંગ કીટ, ઇન્જેકશન, ઓક્સિજન પુરતા પ્રમાણમાં મળે તે માટેના સરકાર તમામ પ્રયાસ કરી રહી છે. તેઓએ તાલુકા, જિલ્લાપંચાયતના સભ્યોને નેતૃત્વ લઇ 'મારૂ ગામ કોરોના મુકત ગામ' અભિયાનને સાર્થક બનાવવા તેમજ રસીકરણ વધુમાં વધુ થાય તે માટે પ્રયાસો કરવા જણાવ્યું હતું.

આ ઉપરાંત આજે જૂનાગઢ જિલ્લાને નવી બે એમ્બ્યુલન્સની સાબલપુર ચોકડી ખાતે અને એક કેશોદ ખાતે તૈનાત રહેશે. જૂનાગઢ જિલ્લાના આરોગ્ય કેન્દ્રમાં ટેસ્ટીંગ માટે રેપીડ કીટની અછત હોવાની ફરિયાદો ઉઠી હતી ત્યારે તંત્ર તથા મંત્રીઓ દ્વારા થતા દાવાઓ મુજબ કયારે કાર્યવાહી થાય છે ? તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો