તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જુગારી પકડાયા:કેશોદના ગંગનાથપરામાં જાહેરમાં જુગાર રમતી છ મહિલા સહિત સાત પત્તાપ્રેમીઓ ઝડપાયા

કેશોદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે બાતમીના આધારે સફળ રેડ કરતા જુગરીઓમાં ફફડાટ

કેશોદ શહેરમાં અજાબ રોડ પર આવેલા ભક્તિનગર વિસ્તારમાં ભક્તિ એપાર્ટમેન્ટ પાસે જાહેરમાં જુગાર રમતાં હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે દરોડો પડી છ મહિલા સહિત સાત પત્તાપ્રેમીઓને જુગાર રમતા રૂ.11 હજારની રોકડ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

કેશોદ શહેરના અનેક વિસ્તારોમાં જાહેર તથા છાને ખુણે જુગાર રમતો હોવાની લોકોમાં ચર્ચાઓ ચાલી રહી છે. આ બદીને ડામવા પોલીસએ કમરકસી છે. દરમ્યાન જાહેરમાં રમતા જુગારના પટ પર દરોડો પાડેલ જેની પ્રાપ્ત વિગત મુજબ પીએસઆઇ એસ. એન. સોનારા, કનકભાઈ બોરીચાને મળેલી બાતમીના આધારે અજાબ રોડ પર આવેલ ભક્તિનગર વિસ્તારમાં એક એપાર્ટમેન્ટ પાસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા સવિતાબેન ધનજીભાઈ મેમરીયા રહે.ભક્તિ એપાર્ટમેન્ટ, રાજીબેન કાનાભાઈ ભુતીયા રહે.પાતાળ કુવા પાસે, લીરીબેન લખુભાઈ ગોઢાણીયા રહે. પાતાળ કૂવા પાસે, ખુશીબેન ગોપાલભાઈ મેતા રહે. ગોકુલનગર ચુનાભઠ્ઠી પાસે, વનીતાબેન લલીતભાઈ ગોહેલ રહે. વેરાવળ રોડ દર્શન હોટેલ પાસે, લાભુબેન મેરૂભાઈ વાઢીયા રહે.ભક્તિ એપાર્ટમેન્ટ, હનીફભાઇ ભીખુભાઈ દલ રહે.ભક્તિ ટાવરને રોકડા રૂ.11,860 સાથે ઝડપી લીધા હતા. પોલીસે તમામ સામે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા કેશોદના ગાંધીનગર સોસાયટીમાં જુગારના પટ પર પડેલ દરોડામાં ઝડપાયેલ રકમ ઓછી બતાવી હોવાની ચર્ચા શહેરભરમાં થઈ રહી હોય જે અંગે આજદિન સુધી કોઈ કાર્યવાહી થયેલ નથી.

અન્ય સમાચારો પણ છે...