આયોજન:વંથલી,જૂનાગઢમાં લોક અદાલત પડતર કેસનો નિકાલ, સમાધાન

જૂનાગઢ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ એ લોક અદાલતનું ગીત વગાડી કામગીરી શરૂ કરાવી

જૂનાગઢ જિલ્લાના વંથલીમાં લોક અદાલત યોજાઇ હતી. જેમાં 41 કેસનો નિકાલ અને 37,75,049ની રકમનું સેટલમેન્ટ થયુ હતું. આ લોક અદાલતને દિપ પ્રાગટય કરી એન.આર જૈન(ચોથા એડીશનલ જજ વંથલી), આઇ.એ શેખ(મુખ્ય સિવીલ જજ વંથલી) એ.એમ મેમણ(એડીશલ સિવિલ જજ વંથલી) વગેરે દ્વારા ખૂલ્લી મૂકવામાં આવી હતી. દિપ પ્રાગટય વખતે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ જજ રોહેન કે. ચુડાવાલાએ તૈયાર કરેલું લોક અદાલત નિમિત્તનું ગીત વગાડી લોક અદાલતની શરૂઆત કરાઇ હતી. આ લોક અદાલતમાં એડીશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ વંથલીમાં 13 કેસનું સમાધાન અને 5,00,000 રકમનું સેટલમેન્ટ થયું હતું.

જ્યારે એડીશ્નલ સિવીલ કોર્ટ વંથલી કોર્ટ વંથલીમાં 7 કેસનું સમાધાન થયું હતું અને 20,64,959 રકમનું સેટલમેન્ટ થયું હતું. તેમજ પ્રિન્સિપાલ સિનિયર સિવીલ કોર્ટ વંથલીમાં 21 નિકાલ થયો હતો. 12,10,050 રકમનો સેટલમેન્ટ થયો હતો. આ લોક અદાલતનું સફળ આયોજન પ્રતિકભાઇ પી. મહેતા(સીનીયર ક્લાક તાલુકા કાનુની સેવા સમિતી વંથલી)એ કર્યું હતું એમ મુકેશગીરી અપારનાથીએ જણાવ્યું છે.

જયારે જૂનાગઢ જિલ્લામાં શનિવારે નેશનલ લોક અદાલત યોજાઈ. આ અંગે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના સચિવ તેમજ સિનીયર સિવીલ જ્જ એચ.આર. પરમારે જણાવ્યું હતું કે, નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી, નવી દિલ્હી દ્વારા દેશભરમાં 12 નવેમ્બરના નેશનલ લોક અદાલતનું આયોજન કરાયું હતું. ત્યારે જૂનાગઢ જિલ્લામાં પણ મુખ્ય ન્યાયાધિશ રોહેન કે. ચુડાવાલાના માર્ગદર્શનમાં જિલ્લાની તમામ કોર્ટોમાં લોક અદાલતનું આયોજન કરાયુ હતું. જેમાં 7,516 કેસો નો નિકાલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...