તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામીન અરજી રદ:સોમનાથ મંદિરના ઈતિહાસ વિશે બફાટ કરનારા વિધર્મીની સેશન્સ કોર્ટે પણ જામીન અરજી રદ કરી

વેરાવળ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નીચલી કોર્ટમાં જામીન અરજી થતા સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી

હિન્દુ ધર્મની આસ્થાના કેન્‍દ્ર સમાન પવિત્ર યાત્રાધામ સોમનાથ મંદિર વિષે બફાટ કરનાર વિધર્મી શખ્સની આજે ગીર સોમનાથ પ્રિન્સીપાલ સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી દીઘી હોવાનું જાણવા મળેલ છે.

સોમનાથ મંદીર વીશે બફાટ કરનાર ઇર્શાદ રસીદને હરીયાણાના પાનીપતથી ગીર સોમનાથ પોલીસે ધરપકડ કર્યા બાદ રીમાન્ડ મેળવાયેલ હતા. આરોપીની જામીન અરજી નીચેની કોર્ટે રદ કરતા વેરાવળના મુખ્ય જિલ્લા ન્યાયાલય સમક્ષ કરાયેલ જામીન અરજી કામે આજે જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ દલીલો કરતા જણાવેલ કે, આરોપીનું દેશ વિરોધી કૃત્ય છે, હિન્દુ મુસ્લીમ પ્રજામાં ધાર્મીક લાગણીઓ દુભાવી તોફાનો ફેલાવવાની અને દેશની શાંતી ડહોળવાની કોશીષ કરેલ છે. જેથી આ ગુનામાં સજાની જોગવાઇઓને બદલે ગુનાની ગંભીરતા ધ્યાને લેવી જોઇએ.

આરોપી ઇર્શાદ રસીદ પરત હરીયાણા જતો રહે તો ફરી મુદતે કોર્ટમાં આવે કે કેમ ? આ બધી દલીલોને માન્ય રાખી નામ. મુખ્ય જિલ્લા ન્યાયધીશ વી.જી.ત્રીવેદી સાહેબે આરોપી શખ્સ ઇર્શાદ રસીદની જામીન મેળવવા અંગેની કરેલ અરજી નામંજુર કરેલ હોવાનું જણાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો