તસ્કરી:વિસાવદરમાં પાર્ક કરેલ ટ્રકમાંથી તલનાં કટ્ટાની ચોરી, બાઈક ચાલક લઈ ગયો, પોલીસ ફરિયાદ નોંધાઈ

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માંડાવડ માર્કેટીંગ યાર્ડમાંથી જથ્થો ભરાયો હતો

વિસાવદરનાં ડાંક બંગલા પ્લોટ વિસ્તારમાં પાર્ક કરાયેલા એક ટ્રકમાંથી તલનાં કટ્ટાની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે અજાણ્યા ઈસમ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો અને વધુ આગળની તપાસ પણ હાથ ધરી હતી.આ બનાવ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ ડાંક બંગલા પ્લોટ વિસ્તારમાં રહેતા સુરેશભાઈ બટુકભાઈ વાઘેલાએ પોતાના ટ્રકમાં માંડાવડ માર્કેટીંગ યાર્ડમાંથી તલ- અડદનાં કટ્ટા ભર્યા હોય. અને પોતાના મકાનની સામેની શેરીમાં ટ્રક પાર્ક કર્યો હતો. અને કોઈ અજાણ્યો શખ્સ બાઈક લઈને આવ્યો હતો. બાદમાં સફેદ તલ 40 કિલોનો એક કટ્ટો ગાડીનાં આગળનાં ભાગે રાખી લઈ ગયો હતો.

4200નાં મુદ્દામાલની ચોરી થયાની જાણ સુરેશભાઈને થતા અંતે વિસાવદર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. અને અજાણ્યા ઈસમ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તલનો કટ્ટો ચોરી જનારની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...