ભાડુઆત નીચેનું ગોડાઉન ખાલી કરતો ન હોય જેની સિનીયર સિટીઝનની રજૂઆત બાદ પોલીસની સમજાવટથી ભાડુઆતે ગોડાઉન ખાલી કરી આપ્યું છે. શહેરના દાણાપીઠમાં રહેતા અને વેપારીની દુકાનમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા 60 વર્ષિય સિનીયર સિટીઝને પોતાના બાપદાદાના મકાનમાં નીચે આવેલ ગોડાઉન જ્ઞાતિનાજ વ્યક્તિને 50 -60 વર્ષ અગાઉ ભાડે આપ્યું હતું. જોકે, હવે સંતાનોમાં 3 દિકરી હોય તેના લગ્ન કરવાના હોવાથી મકાન વેંચવા માંગતા હતા. પરંતુ ભાડુઆત ભાડુ પણ આપતો ન હતો અને નીચેનું ગોડાઉન ખાલી પણ કરતો ન હતો.
પરિણામે દુકાન- મકાન ખોવાનો વારો આવ્યો હતો. બાદમાં સિનીયર સિટીઝન દંપત્તિએ ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને મળી જણાવ્યું હતું કે,આર્થિક સ્થિતી સારી ન હોય આ ઉંમરે મામુલી પગારમાં નોકરી કરવી પડે છે. જો મકાન નહિ વેંચાયતો દિકરીઓના લગ્ન થઇ શકશે નહિ અને બાપદાદા વખતની મરણ મૂડી સમાન મિલ્કત પણ ગૂમાવવાનો વારો આવશે. બાદમાં ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ એ ડિવીઝન પીઆઇ એમ.એમ. વાઢેર, પીએસઆઇ એન.વી. આંબલીયા અને સ્ટાફને મોકલી ભાડુઆતને બોલાવી પોલીસની ભાષામાં કાયદાનું જ્ઞાન આપતા ભાડુઆતે દુકાન ખાલી કરી ચાવી માલિકને સોંપી દીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.