મોટીવેશનલ વ્યાખ્યાન:પોતાના પર નિયંત્રણ પરિસ્થિતી પર સહજ નિયંત્રણ આવશે

જૂનાગઢ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢમાં બ્રહ્માકુમારી શિવાનીદીદીનું મોટીવેશનલ વ્યાખ્યાન

ખ્યાતિપ્રાપ્ત મોટીવેશ્નલ સ્પીકર બ્રહ્માકુમારી શિવાનીદીદીનું જીવન કી ખુશિયાં અપને હાથમેં વિષય પર જૂનાગઢમાં વ્યાખ્યાન યોજાયું હતું. તા. 6 જાન્યુ.ના રોજ વ્હેલી સવારે ગીરનાર દરવાજા સ્થિત બ્રહ્માકુમારી કેન્દ્ર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં શહેરની ગણમાન્ય હસ્તીઓ ઉપસ્થિત રહી હતી.

બ્રહ્માકુમારી શિવાનીદીદીએ પોતાના વ્યાખ્યાનમાં જણાવ્યું હતું કે, સ્વ પરનું નિયંત્રણજ પરિસ્થિતીઓ પર નિયંત્રણ લાવશે. સ્વ પરિવર્તનજ વિશ્વ પરિવર્તન લાવશે. અને આ ભારત ભૂમિ ફરી સ્વર્ણિમ ભૂમિ બની જશે. આપણી અપેક્ષાઓ, લગાવજ આપણને દુ:ખી કરે છે.

તેમણે મેડીટેશનનો ઉપસ્થિતોને પણ અનુભવ કરાવ્યો હતો. આજના યુગમાં મેડીટેશન તંદુરસ્તી પ્રાપ્ત કરવા માટે જ નહીં પણ જીવવા માટેની જરૂરિયાત બની ચૂકી છે. એમ તેમણે જણાવ્યું હતું. કોરોના બાદ છૂટાછેડા, ઝઘડાના કેસો વધ્યા હોવાનું કહી મેડીટેશન તેના માટે જરૂરિયાત હોવાનું ઉમેર્યું હતું.

24 કલાકમાંથી રોજ 1 કલાક મડીટેશન અને આધ્યાત્મિકતા માટે સમય આપવોજ જોઇએ. શાંતિ એ દુનિયાની સર્વોચ્ચ શક્તિ છે. સાયન્સ અને સાયલન્સનો સમન્વયજ સુખશાંતિ આપશે. આ તકે જૂનાગઢના ડીઆઇજી મયંકસિંહ ચાવડા, ધારાસભ્ય સંજય કોરડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...