ભાજપની પ્રથમ યાદી:જૂનાગઢ વિધાનસભા સીટ પર ભાજપના ઉમેદવાર તરીકે સંજય કોરડીયાની પસંદગી

જુનાગઢએક મહિનો પહેલા

જૂનાગઢ વિધાનસભા સીટ પર ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટી દ્વારા સંજય કોરડીયાના નામની જાહેરાત કરવામાં આવી છે. સંજય કોરડીયા જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ, જૂનાગઢ મહાનગરપાલિકાના બે વાર કોર્પોરેટર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છે.

વિકાસ થાય તેવા તમામ પ્રયત્નો કરીશઃ સંજય કોરડીયા
સંજય કોરડીયા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી એ વિધાનસભાના ઉમેદવાર તરીકે જે ભરોસો મૂક્યો છે, તે જૂનાગઢ વિધાનસભા વિસ્તારના લોકોના પ્રશ્નોને યોગ્ય ન્યાય મળે અને વિકાસ થાય તેવા તમામ પ્રયત્નો કરીશ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની વિકાસ પ્રત્યેની કાર્યપદ્ધતિથી હંમેશા લોકોના કામ કરતો રહીશ. જૂનાગઢ ભાજપના ઉમેદવારના નામની જાહેરાત થતા સંજય કોરડીયાના નિવાસ સ્થાને કાર્યકર્તાઓ ,સગા, સંબંધીઓ, મિત્રો અને અગ્રણીઓએ શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...