એથ્લેટીક્સ સ્પર્ધા:ઓલ ઈન્ડિયા માસ્ટર એથ્લેટીક્સમાં જૂનાગઢ જિલ્લાનાં ખેલાડીઓની પસંદગી

જૂનાગઢ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુપીનાં વારાણસીમાં 26 થી 30 નવેમ્બરનાં ચેમ્પયનશીપ
  • 30 થી 100 વર્ષની​​​​​​​ વય ધરાવતા 130 ભાઇઓ-બહેનોનો સારો દેખાવ

યુપીનાં વારાણસી ખાતે 26 થી 30 નવેમ્બર સુધી યોજાનાર ઓલ ઈન્ડિયાની માસ્ટર એથ્લેટીક્સ સ્પર્ધામાં છેલ્લા 12 વર્ષથી રાજ્યકક્ષાએ નામ રોશન કરનાર જૂનાગઢ જિલ્લાનાં 30 થી 100 વર્ષનાં ખેલાડીઓ પસંદગી પામ્યા છે. ગત વર્ષે રાજ્યકક્ષાની માસ્ટર એથ્લેટીક્સ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં સમગ્ર ગુજરાતનાં 30 થી 100 વર્ષની વય ધરાવતા ભાઈઓ-બહેનોએ ભાગ લીધો હતો. જેમાં જૂનાગઢ જિલ્લાનાં ખેલાડીઓએ દોડ, ફેંક, કૂદ, ઝડપી ચાલ સહિતમાં સારું પ્રદર્શન કરી રાજ્યકક્ષાએ પોતાના જિલ્લાનું નામ રોશન કર્યું હતું.

જેના આધારે નેશનલ કક્ષાએ તેઓની પસંદગી થતા યુપીનાં વારાણસી ખાતે 26 થી 30 નવેમ્બર 2021નાં ઓલ ઈન્ડિયાની માસ્ટર એથ્લેટીક્સ સ્પર્ધામાં ભાગ લેનાર છે. ત્યારે ખેલકુદ મંડળનાં ઈકબાલભાઈ, સંજયભાઈ કોરડીયા, સમન્વય ટ્રસ્ટનાં ટ્રસ્ટી, જિલ્લા યુવા વિકાસ અધિકારી, હિતેશ દિહોરા, વિશાલ દિહોરા, હારૂનભાઈ, રાજેશ ગાંધી, સફી દલાલએ સફળતાની શુભેચ્છા પાઠવી છે.

ગુજરાત રાજ્યમાંથી પસંદગી પામેલા 130 ખેલાડીઓની ટીમનાં મેનેજર તરિકે હારૂન વિહળની પસંદગી થતા તમામને ખેલકુદ મંડળનાં પ્રમુખ જે.પી.કોટડીયા, ડો.આ.કે.કુરેશી, દીનેશ રાઠોડ સહિતે સ્પર્ધામાં વિજેતા થવાની શુભેચ્છા પાઠવી છે. અને નેશનલ માસ્ટર એથ્લેટીક્સ એસો.નાં પ્રમુખ સુરેશ શર્મા, જનરલ સેક્રેટરી રામપાલ શર્માએ કોરોનાની વેકસીન લેવી ફરજીયાત છે તેવું પણ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...