તાલીમ:સ્વામિ વિવેકાનંદ સ્કૂલના મેદાનમાં સેગ્રીગેશનની તાલીમ અપાઇ

જૂનાગઢ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અનેક યોગ કોચે પણ જોડાઇ યોગનું મહત્વ સમજાવ્યું

જૂનાગઢ મનપા દ્વારા આઝાદી કા અમૃત્ત મહોત્સવ અંતર્ગત ક્લીન ઇન્ડીયા થીમેટિક ડ્રાઇવ શહેરના સ્વામિ વિવેકાનંદ હાઇસ્કૂલના મેદાનમાં યોજાઇ હતી. આ તકે ઉપસ્થિત લોકોને સેગ્રીગેશનની તાલીમ આપવામાં આવી હતી તેમજ આઇઇસી તેમજ પ્લાસ્ટિક વેસ્ટ કલેકશનની માહિતી આપવામાં આવી હતી.

જ્યારે પ્રતાપભાઇ થાનકી સહિતના યોગ કોચે જોડાઇને લોકોને યોગનું મહત્વ સમજાવ્યું હતું. આ તકે કમિશ્નર રાજેશ તન્ના, મેયર ધીરૂભાઇ ગોહેલ તેમજ મનપાના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ સ્વામિ વિવેકાનંદ હાઇસ્કૂલ સહિતની અનેક શૈક્ષણિક સંસ્થાના શિક્ષકો, છાત્રોની ઉપસ્થિતી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...