તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અછત:સીડ પ્રોસેસિંગની કામગીરી બંધ, બિયારણની અછત થવાની ભિતી

જૂનાગઢ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રાજ્યમાં 70 ટકા જથ્થો ખાનગી સીડ કંપની પૂરો પાડે છે

ગુજરાત સ્ટેટ સીડ પ્રોડ્યુસર્સ એસોસિએશનના 145 મેમ્બર સીડ કંપનીઓ પૈકી અમદાવાદ જિલ્લામાં 59 અને ગાંધીનગર જિલ્લામાં 23 બે કંપનીઓ જિલ્લામાં રજિસ્ટર્ડ ઓફિસ અને પ્રોસેસિંગ પ્લાન્ટ ધરાવે છે જે રાજ્યની સીડ ઇન્ડસ્ટ્રીઝના 57 જેટલી છે. રાજયમાં આશરે 70 થી 75 ટકા બિયારણનો જથ્થો ખાનગી ક્ષેત્રની કંપની દ્વારા પૂરો પાડે છે
તંત્ર દ્વારા સીડ પ્રોસેસિંગની મંજૂરીઓ નહીં આપવાના કારણે બિયારણની મોટા પાયે અછત ઊભી થશે
છેલ્લા બે દિવસથી અમદાવાદ અને ગાંધીનગરને ટોટલ લોકડાઉન જાહેર કરવાના કારણે 82થી વધુ સીડ ઇન્ડસ્ટ્રીઝને પેકિંગ અને પ્રોસેસિંગ માટે મંજૂરી આપીને થોડું કામ શરૂ થયેલ હતું. તે પણ બંધ થઈ ગયું છે. હજુ પણ સિડ કંપનીઓને અન્ય જિલ્લામાં જવા માટે પાસ લેવાનું અત્યંત મુશ્કેલ છે જેના કારણે સીડ સેમ્પલિંગ, પ્રોડયોરમેન્ટ, પ્રોસેસિંગ અને પેકિંગની કામગીરી શરૂ થઈ શકતી નથી. તંત્ર દ્વારા સીડ પ્રોસેસિંગની મંજૂરીઓ નહીં આપવાના કારણે બિયારણની મોટા પાયે અછત ઊભી થશે. જેના કારણે લેભાગુ તત્વો દ્વારા તકનો લાભ લેવા માટે સંગ્રહખોરી, ભેળસેળ અને કાળા બજાર જેવી પ્રવૃત્તિઓ થશે અને તેનો ભોગ ખેડૂતો બને તેવી પણ સંભાવનાઓ છે. આગામી ઋતુમાં બિયારણની અછત માટે માત્ર રાજ્ય સરકારની નીતિઓ અને તેના ઉચ્ચ અધિકારીઓ જવાબદાર હશે તેમ ગુજરાત સ્ટેટ સીડ પ્રોડ્યુસર એસોસિએશને જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો