તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ પર પાઇ૫થી હુમલો થયો, ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરાઇ

જૂનાગઢ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢ સિવીલ હોસ્પીટલની તસ્વીર - Divya Bhaskar
જૂનાગઢ સિવીલ હોસ્પીટલની તસ્વીર
 • હોસ્પિટલના કંપાઉન્ડ બહાર ધંધો કરવાનું કહેતાના મનદુઃખમાં હુમલો કરાયો
 • સામા પક્ષે એજન્સીના સિક્યુરીટી ગાર્ડ સહિત ત્રણ શખ્સો સામે હુમલો કર્યાની વળતી ફરિયાદ નોંધવાઈ

જૂનાગઢ સિવિલ હોસ્પિટલનાં કમ્પાઉન્ડ બહાર ધંધો કરવા કહેતા ચાર શખ્સોએ સિવિલ હોસ્પિટલમાં એજન્સીના સિક્યુરિટી ગાર્ડ પર ભાલા - પાઇપ વડે હુમલો કર્યો હતો. જ્યારે સામાપક્ષે એજન્સીના સિક્યુરિટી ગાર્ડ સહિત ત્રણ સામે પાઇપ - ચાકુથી હુમલો કર્યાની ફરિયાદ થતા એ. ડિવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ નવી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં રાજા યુસુફ કુરેશી તથા અરબાઝ યુસુફ કુરેશી પાણીની બોટલ, નાળીયેર પાણી તથા અન્ય ચીજવસ્તુ વેચાણ કરતા હતા. આથી સિવિલ હોસ્પિટલમાં એજન્સીના સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજબજાવતા રફીકભાઇજુમાભાઇ કટારીયાએ અધિકારીની સુચના મુજબ આ બન્નેને સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડ બહાર ધંધો કરવા કહ્યું હતું. આથી બન્ને બહાર જતા રહ્યા હતા.

બાદમાં રફીકભાઇ હોસ્પિટલની બહાર રોડ પર લારીએ પાણી પીવા જતા રાજા યુસુફ, અરબાઝ યુસુફ ભાલા સાથે તથા બાપુડી અલ્તાફ અને ઇબ્રાહીમ પાઇપ લઇને ઉભા હતા. તેઓએ રફીકભાઇને ગાળો કાઢી હતી. અને રાજા યુસુફે પડખામાં ભાલુ માર્યું હતું. અરબાજ ભાલુ મારવા જતા આડા હાથ રાખી દેતા હાથમાં ઇજા થઇ હતી. આ દરમ્યાન લોકો એકત્ર થતા અને પોલીસને દૂરથી આવતી જોતા આ શખ્સો નાસી ગયા હતા.

આ અંગે સિક્યુરિટી ગાર્ડ રફીકભાઇ કટારીયાએ ઇબ્રાહિમ યુસુફ બાપુડી અલ્તાફ, અરબાઝ યુસુફ તથા રાજા યુસુફ સામે ફરિયાદ નોંધાવી છે. જ્યારે સામા પક્ષે અરબાજ યુસુફ કુરેશીએ મોહસીન, સમીર, રફીક અને રફીક, જુમા સામે ગાળો કાઢી પાઇપ તથા ચાકુ વડે હુમલો કર્યાની ફરિયાદ નોંધાવતા એ. ડિવીઝન પોલીસે બન્ને પક્ષની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો