વિધાનસભાની ચૂંટણી:જૂનાગઢની પાંચ બેઠક માટે બીજુ રેન્ડેમાઈઝેશ પૂર્ણ, મતદાન મથક પર ફરજ પરની ટીમ તૈયાર

જુનાગઢ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રચિત રાજ તથા જનરલ ઓબ્ઝર્વર સી. સુદર્શન રેડ્ડી અને બુદ્ધેશકુમાર વૈદ્યની ઉપસ્થિતિમાં બીજા રેન્ડમાઇઝેશન પૂર્ણ કરવામાં આવ્યું છે. જેના અંતે મતદાન મથક પર ફરજ પરની ટીમ બની ગઇ છે એટલે ટીમ ફોર્મેશન થઈ ગયું છે. સાથે જ પ્રિસાઈડિંગ અને પોલીંગ ઓફિસરને કઈ વિધાનસભા મત વિસ્તારમાં ફરજ બજાવવાની છે તે નક્કી કરી દેવામાં આવ્યું છે. હવે પછી ત્રીજા રેન્ડેમાઇઝેશનમાં અધિકારી-કર્મચારીના ફરજ પરનું મતદાન મથક નક્કી થશે.
દરેક બેઠક વાર 10 ટકા સ્ટાફ રીઝર્વ રહેશે.
જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક માટે કુલ 1347 મથદાન મથક ઉભા કરવામાં આવશે. જેમાં મતદાન મથક પર મતદારોની સંખ્યાની આધારે સ્ટાફની ફાળવણી કરવામાં આવે છે. જે મતદાન મથક ઉપર 800 કરતા વધુ મતદાર હોય ત્યા એક અતરિક્ત પોલિંગ ઓફિસર ફાળવવામાં આવે છે. સાથે જ દરેક મતદાન મથક પર રેન્ડેમાઇઝેશનના આધારે ઓછામાં ઓછા એક ફિમેલ પોલિંગ ઓફિસર નિમણૂક થઇ છે. જિલ્લાની પાંચેય વિધાનસભા બેકઠમાં બીજી રેન્ડેમાઇઝેશનના અંતે 110 ટકા સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે. એટલે કે, દરેક વિધાનસભા બેઠક વાર 10 ટકા સ્ટાફ રીઝર્વ રહેશે.
​​​​​​​​​​​​​​જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે 1438 પ્રિસાઇડીંગ ઓફિસર, 1438 પોલિંગ ઓફિસર-1 અને 396 પોલિંગ ઓફિસર ફરજ પર રહેશે. જિલ્લાના પાંચ વિધાનસભા મતક્ષેત્રોમાં કુલ 1347 મતદાન મથકો ઉભા કરવામાં આવશે. જેમાં 41 જેટલા ખાસ મતદાન મથકો બનાવવામાં આવશે. જેમાં 35-સખી, 5-પીડબલ્યુડી અને 1-યુવા મતદાન મથકોનો સમાવેશ થાય છે. આ ખાસ મતદાન મથકની વ્યવસ્થાઓ ચૂંટણી અધિકારીની કક્ષાએથી કરવામાં આવશે. ચૂટણી પ્રકિયા નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે માનવીય હસ્તેક્ષેપ વિના કોમ્પયુટર-સોફ્ટવેરના આધારે અધિકારી-કર્મચારીઓને ફરજની ફાળવણી થાય છે. આ રેન્ડેમાઈઝેશ પ્રકિયા વેળાએ નિવાસી અધિક કલેક્ટર એલ.બી. બાંભણિયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી રાજેશ ચૌહાણ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...