ટોક ઓફ ધ ટાઉન:જૂનાગઢમાં ગુમ થયેલા સગીરના અપહરણની આશંકાથી શોધખોળ

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોબાઇલ શહીદ પાર્ક પાછળથી મળતાં નરસિંહ મહેતા સરોવરમાં પણ તપાસ કરી

જૂનાગઢના એક બે દિવસ પહેલાં ગુમ થયેલા સગીરની શોધખોળ માટે સોશ્યલ મીડિયામાં થતી અપીલને પગલે આ મામલો ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે. સાધન સંપન્ન વિપ્ર પરીવારનો એકના એકના એક પુત્રનો મોબાઇલ શહીદ પાર્ક પાસેથી મળી આવતાં પોલીસે નરસીંહ મહેતા સરોવરમાં પણ શોધખોળ હાથ ધરી છે. પણ તેમાં ન મળતાં તેના પરીવારમાં પણ તેના હેમખેમ મળવાની આશા સાથે અપહરણ થયાની આશંકા સાથે પોલીસ ફરીયાદ નોંધાઇ છે.

પોલીસમાંથી પ્રાપ્ત વીગતો મુજબ, જૂનાગઢની જલારામ સોસાયટી પાછળ રિદ્ધિ ટાવરમાં રહેતા અને શાળાનું સંચાલન કરતા દિપેશભાઇ દિનેશભાઇ જોષી (ઉ. 42) એ ગત તા. 10 જુલાઇ 2022 ના રોજ બી ડિવીઝન પોલીસ મથકમાં પોતાનો 15 વર્ષનો પુત્ર મનન ગુમ થયાની જાણ સાથે કોઇએ તેનું અપહરણ કર્યાની આશંકા દર્શાવી છે.

તેમણે પોલીસને આપેલી વીગતોમાં જણાવ્યા મુજબ, ગત તા. 9 જુલાઇ 2022 ના રોજ પોતાનો પુત્ર મનન રાત્રે 9:30 વાગ્યાના અરસામાં હું નીચે પાર્કીંગમાં બીજા છોકરાઓ સાથે રમવા જાઉં છું કહીને ગયો હતો. રોજ આ રીતે નીચે રમવા ગયા બાદ રાત્રે 11 વાગ્યે તે પરત આવી જતો. પણ એ દિવસે 11 વાગ્યા છત્તાં ઘેર પાછો ન આવતાં અને તેના મિત્રોને ઘેર તપાસ કરતાં મળ્યો નહોતો.

આથી સીક્યોરીટીને પૂછતાં તે રાત્રે 9:30 વાગ્યેજ લાલ રંગની સાઇકલ સાથે બહાર નીકળ્યાનું અને પાછો ન આવ્યાનું જણાવ્યું હતું. આથી દિપેશભાઇ અને બીજા પાડોશીઓએ પણ તપાસ શરૂ કરી હતી. તેનો મોબાઇલ ફોન ચાલુ હતો પણ તે ફોન ઉપાડતો નહોતો. આથી પોલીસને જાણ કરાઇ હતી. જેમાં તેનો ફોન શહીદ પાર્કની પાછળ તળાવ તરફ જતા રસ્તે હોવાનું લોકેશન મળ્યું હતું.

આથી ફાયર બ્રીગેડના તરવૈયાઓએ આખું નરસીંહ મહેતા તળાવ ઉલેચી નાંખ્યું હતું. પણ સદ્નસીબે તેમાં તેનો કોઇ પત્તો લાગ્યો નહોતો. વળી મનનની સાઇકલ પણ તળાવમાં કે આસપાસમાં ક્યાંયથી મળી ન હોવાથી તેના અપહરણની આશંકા સાથે દિપેશભાઇએ પોલીસને તેમજ સોશ્યલ મીડિયામાં ફોટા સાથેની વીગતો વાયરલ કરી છે. આથી આ મામલો હાલ ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...