તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:15.82 લાખનો વેરો ન ભરતા પાંચ મિલકતોને સિલ માર્યું

જૂનાગઢ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સ્થળ પર 2,50,000 રોકડા વસુલ કર્યા, બાકીને સિલ
 • હવે સરકારી ઓફિસોના બાકી લેણાં સામે કાર્યવાહી

જૂનાગઢમાં બાકી વેરો ન ભરનાર 5 મિલકતોને મનપાએ સિલ મારી દેતા અન્ય બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જ્યારે કેટલીક મિલ્કતોના માલિકોએ સ્થળ પરજ 2,5,000 ભરી દીધા હતા. હવે સરકારી ઓફિસોના બાકી લેણાં વસુલ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે મનપાના આસિસ્ટન્ટ કમિશ્નર ઓફ ટે્કસ પ્રફુલભાઇ કનેરીયાએ જણાવ્યું હતું કે, કેટલાક આસામીઓને બાકી વેરો ભરવા અનેક વખત નોટીસો આપી તાકીદ કરાઇ હતી.

તેમ છત્તાં ટેક્સ ભરવામાં ઠાગાઠૈયા કરતા કમિશ્નર તુષાર સુમેરાની સૂચનાથી આવી મિલકતોને સિલ મારવાની કામગીરી હાથ ધરાઇ હતી. આમાં ખાસ કરીને દોલતપરાની સોમ પ્લાસ્ટિક લેધર ઇન્ડસ્ટ્રિઝ પાસે 1,46,710, બેલીમ મહમદખા હાજીઅલી પાસે 1,34,646, ગુપ્તા રતનબેન મધુસુદન પાસે 1,18,717 તેમજ સરગાવાડા રોડના અશોક ચંદુલાલ શીંગાળાની 2 મિલકતના 7,05,941 અને 4,76,224 રૂપિયાનો ટે્કસ બાકી હતી. ત્યારે વેરો ન ભરતા આ પાંચેય મિલ્કતને સિલ મારી દેવાયું છે.

જ્યારે આ કામગીરી બાદ અન્ય બાકીદારોએ સિલની કામગીરીથી બચવા સ્થળ પર જ ટેક્સના નાણાં આપી દેતા કુલ 2,50,000નો ટે્કસ વસુલ કરાયો છે. દરમિયાન આસિસ્ટન્ટ કમિશ્નર ટેક્સ પ્રફુલભાઇ કનેરીયાએ જણાવ્યું હતું કે, હવે જે સરકારી ઓફિસોનો વેરો બાકી છે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

માર્ચના અંતિમ 2 દિવસ 10:30 થી 6 ટેક્ષ ભરી શકાશે
જૂનાગઢ મહાનગરપાલિકામાં માર્ચના અંતિમ 2 દિવસ દરમિયાન હાઉસ ટેક્ષની વસુલાત માટે લોકોને પુરતો સમય આપવામાં આવનાર છે. જ્યારે ત્યાર પછી 1 થી 7 એપ્રિલ સુધી સોફ્ટવેર અપડેટના કારણે ટેક્ષની વસુલાત બંધ રહેશે. આ અંગે મનપાના કમિશ્નર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે,નાણાંકીય વર્ષ 2020-21માં માર્ચ એન્ડીંગના સમયે ટેક્ષ ભરનારની સુવિધા માટે પુરતો સમય આપવામાં આવશે.

ખાસ કરીને 30 અને 31 માર્ચના બે દિવસ સુધી લોકો સવારના 10:30 થી લઇને સાંજના 6 વાગ્યા સુધી હાઉસ ટેક્ષની ભરપાઇ કરી શકશે. ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા હદ વિસ્તારના મિલ્કત ધારકોને આ સુવિધાનો લાભ લેવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો