રોષ:ખેતરમાં છાંટેલી દવાને લીધે શાળામાં બાળકોને આંખ-ચામડીની બળતરા ઉપડી

જૂનાગઢ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડાલથી ડોક્ટરની ટીમ જૂનાગઢની પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કુલ દોડી ગઇ

જૂનાગઢની ભાગોળે આવેલી પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કુલની આસપાસના ખેતરોમાં કોઇ દવાનો છંટકાવા થયા બાદ શાળામાં બાળકોને આંખ અને ચહેરા પર બળતરા થવા લાગી હતી. આથી વડાલની તબીબી ટુકડી સ્કુલે પહોંચી ગઇ હતી. અને બાળકોને જરૂરી દવાઓ આપી હતી.

આ અંગેની વીગતો આપતાં પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કુલનાં પ્રિન્સિપાલ રાજેશ પુરીએ જણાવ્યું હતું કે, 3 થી 4 છોકરાઓએ આંખ અને ચહેરા પર બળતરા જેવું લાગતાં બીજા બાળકો પણ પેનિક થઇ ગયા હતા. આથી અમે વડાલ પીએચસીથી ડોક્ટરોની ટીમ બોલાવી હતી. તબીબી ટીમે કેમ્પસનું નિરીક્ષણ કર્યા બાદ આસપાસના ખેતરોમાં કેટલીક દવાઓના છંટકાવ કરાયા હોવાનું અનુમાન લગાવાયું હતું.

11:20 વાગ્યાના બનાવની જાણ ન કરી: વાલીનો રોષ
આ બનાવ સવારે લગભગ 11:20 વાગ્યાના અરસામાં બન્યો છે. એની જાણ જ નથી કરી. અને આસપાસના ખેતરોમાં દવા છાંટવાની વાત અમારે ગળે નથી ઉતરતી. કારણકે, આટલા વર્ષોથી સ્કુલ છે અને દર વખતે ખેડૂતો દવા છાંટતા જ હોય છે. ઘેર મૂકવા આવ્યા ત્યારે પણ વાલીઓને જાણ ન કરી કે તમારા છોકરાંઓને તકલીફ થઇ હતી અને આ દવા આપી છે કે ખાવામાં શું ધ્યાન રાખવાનું છે. - ભાવેશભાઇ લાખાણી, વાલી

અન્ય સમાચારો પણ છે...