એસટીની મધ્યસ્થ કચેરીને પાઠવાયો પત્ર:પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરવા મિટીંગનો સમય ફાળવો

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

એસટી કર્મચારીઓના અનેક પ્રશ્નો લાંબા સમયથી પડતર છે. ત્યારે તેના ચર્ચાથી નિકાલ માટે મિટીંગનું આયોજન કરવા રજૂઆત કરાઇ છે. આ અંગે જૂનાગઢ એસટી કર્મચારી મંડળના મહામંત્રી દિલીપભાઇ રવૈયાએ જણાવ્યું છે કે, એસટી કર્મીઓના અનેક પડતર પ્રશ્નો છે. ત્યારે ગુજરાત સ્ટેટ ટાન્સપોર્ટ વર્કસ ફેડરેશન, ગુજરાત એસટી કર્મચારી મંડળ અને ગુજરાત એસટી મજદૂર સંઘ દ્વારા ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમની અમદાવાદ સ્થિત મધ્યસ્થ કચેરીને પત્ર પાઠવ્યો છે.

પત્રમાં જણાવાયું છે કે, જૂલાઇ 2019નું 5 ટકા મોંઘવારી ભથ્થું, નિવૃત્ત કર્મીની બેલેન્સ હક રજાનું ચૂકવણું, 2009થી આજ સુધીના યુનિફોર્મ, 2018-19 અને 2019-20 એક્સગ્રેસીયા બોનસ, 7માં પગાર પંચના છેલ્લો હપ્તો, ઓવરટાઇમનું ધોરણ,આશ્રિતોને નોકરી કે પેકેજ, રાજય સરકારના ધોરણે 8,00,000 ચૂકવવા નહિતર પોલીસી રદ કરી નોકરી આપવી, કોરોના વોરિયર્સના લાભો, ડ્રાઇવર કન્ડકટરની ભરતી કે પ્રમોશનમાં સીસીસીની જોગવાઇ રદ કરવી સહિતના અનેક પ્રશ્નો પડતર છે. ત્યારે આ માટે ચર્ચા કરવા મિટીંગની તારીખ અને સમય ફાળવવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...