ચોમાસો:જૂનાગઢ જિલ્લામાં 1 જૂનથી છૂટાછવાયા, હળવાથી મધ્યમ વરસાદની આગાહી

જૂનાગઢ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પશ્ચિમ બંગાળમાં સાયકલોનના પગલે પ્રિ મોન્સૂન અક્ટિવીટી શરૂ
  • જૂનાગઢ જિલ્લામાં સાયક્લોનની અસર નહીં વર્તાય
  • જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હવામાન વિભાગની આગાહી
  • હજુ ત્રણ દિવસ સુધી પવનની ઝડપ વધશે

જિલ્લામાં 1 જૂનથી છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા વ્યકત થઇ રહી છે. પશ્ચિમ બંગાળમાં સાયક્લોનના પગલે પ્રિ મોનસૂન એક્ટિવીટી તૈયાર થઇ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. કૃષિ યુનિ. ગ્રામિણ મોસમ વિભાગના ધિમંત વઘાસીયાએ જણાવ્યું કે, ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂન પછીથી ચોમાસાનો પ્રારંભ થતો હોય છે. પશ્ચિમ બંગાળમાં સાયક્લોનના સરક્યુલેશનથી લો પ્રેશર સર્જાયું છે. જેના કારણે વ્હેલો વરસાદ પડી શકે છે. જિલ્લામાં 1 જૂનથી વરસાદ પડવાની આગાહી છે. આ સમયે ખાસ કરીને છૂટોછવાયો તેમજ હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડશે. છેલ્લા 3 દિવસથી ગરમીમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. સોમવારે 25 મે એ 43.3 ડિગ્રી તાપમાન રહ્યા બાદ મંગળ, બુધ અને ગુરૂ એમ ત્રણ દિમાં 4.1 ડિગ્રી ઘટી ગરમીનો પારો 39.2 ડિગ્રીએ નોંધાતા લોકોને આકરી ગરમીમાંથી રાહત મળી છે. ગુરૂવારે લઘુત્તમ 28.5, મહત્તમ 39.2 ડિગ્રી તાપમાન રહ્યું હતું. ભેજનું પ્રમાણ સવારે 87 ટકા અને બપોર બાદ 42 ટકા રહ્યુું હતું. જ્યારે પવનની ઝડપમાં પણ 3 દિમાં ભારે વધારો થયો છે. સોમવારે પવનની ઝડપ 5 કિમીની રહ્યા બાદ મંગળ, બુુધ, ગુરૂ એમ 3 દિમાં 7.6 કિમીનો વધારો થતા ગુરૂવારે પવનની ઝડપ 13.6 કિમીની રહી હતી.

વિકટ સ્થિતી માટે તંત્ર સર્તક
પશ્ચિમ બંગાળના સમુદ્રમાં સાયક્લોન આકાર લઇ રહ્યું છે જેને લઇને સરકારી તંત્ર સતર્ક થઇ ગયું છે. જિલ્લામાં હાલના તબક્કે સાયક્લોનની અસર નહિ વર્તાય તેવું જણાઇ રહ્યું છે. 

પવનમાં ફેરફારથી વાતારણમાં અસર
અત્યાર સુધી પશ્ચિમના સુકા પવન ફુંકાતા હતા જેના કારણે ગરમીનું પ્રમાણ વધી જતું હતું. હવે નૈઋત્યના પવન ફુંકાશે. આ પવન ભેજવાળા હોવાથી ગરમીના પ્રમાણમાં ઘટાડો જોવા મળશે.

પવનથી પાકને નુકસાન નહી
હાલ 13.6 કિમીની ઝડપે પવન ફુંકાઇ રહ્યો છે. જોકે, કેરીનો મોટાભાગનો પાક નિકળી ગયો છે તેમજ અન્ય પાકો પણ તૈયાર થઇ ગયા છે. માટે આ પવનની ઝડપ છત્તાં પાકને કોઇ નુકસાન નહી થાય.  હા, ધૂળની ડમરીથી ખાસ કરીને ટુવ્હિલ ચાલકોને મુશ્કેલી પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...